in , ,

લોકડાઉનમાં ઇમરજન્સી કામ માટે આ રીતે મેળવો ઓનલાઇન ઇ-પાસ

  • લોકડાઉન દરમિયાન ઇમરજન્સી માટે સરકારે ઇ પાસની સુવિધા કરી શરૂ
  • તમે તમારા શહેર કે રાજ્યની અધિકૃત વેબસાઇટ પરથી મેળવી શકશો પાસ
  • આ ઇ પાસના માધ્યમથી તમે ઇમરજન્સીમાં બહાર જઇ શકશો

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા માટે લોકડાઉન 3 મે સુધી લંબાવાયું છે. જો કે દેશના કેટલાક ભાગોમાં જો કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થશે તો તેવા ભાગોમાં 20 એપ્રિલ બાદ આંશિક છૂટછાટ આપવામાં આવી શકે છે.

લોકડાઉન દરમિયાન કેટલીક આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. જો કે કોઇ આપાતકાલીન પરિસ્થિતિમાં જો તમારે પરિવહન કરવું આવશ્યક બને છે તો તે માટે રાજ્ય સરકાર દ્વારા ઇ પાસની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

આ ઇ પાસ પ્રાપ્ત કરીને સામાન્ય નાગરિક એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકે છે. તે ઉપરાંત તેનાથી તમે સ્વાસ્થ્ય, વીજળી, મેડિકલ જેવી સુવિધાઓ પ્રાપ્ત કરી શકો છો.

તે ઉપરાંત કોઇ સ્વજનનું નિધન, પ્રેગનન્સી જેવી ઇમરજન્સી વખતે પણ તમે આ ઇ પાસ મેળવીને આ કામ પૂર્ણ કરી શકો છો.

તમે તમારા રાજ્યમાં કેવી રીતે ઇ પાસ મેળવી શકો છો તે વિગતવાર વાંચો.

  • સૌથી પહેલા તમે તમારા રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ કે શહેરની અધિકૃત વેબસાઇટ એક્સેસ કરો.
  • જો તમે ગુજરાતમાં રહેતા હોવ તો તમારે નીચે આપેલી લિંક ખોલવી પડશે.
  • https://www.digitalgujarat.gov.in/Citizen/CitizenService.aspx
  • આ લિન્ક પર ક્લિક કર્યા બાદ તમારે એપ્લાય ઇ પાસ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ એક ફોર્મ ખુલશે, આ ફોર્મમાં માંગેલી તમામ જાણકારી ભરો.
  • જો કોઇ દસ્તાવેજ માંગે તો તેનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો.
  • ત્યારબાદ આ ફોર્મને સબમિટ કરો.
  • ત્યારબાદ ઇ-પાસ આવશે,  તેની પ્રિન્ટ લઇ લો અથવા ડિજીટલ કોપની સેવ કરી લો.
  • હવે આ પાસને લઇને તમે બહાર ઇમરજન્સીમાં જઇ શકશો.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

લોકડાઉન દરમિયાન ઑનલાઇન શોપિંગ માટે આ નવા નિયમ લાગૂ થશે, તમે પણ વાંચી લો નિયમો

લોકડાઉન દરમિયાન ઉદ્યોગો અને આ પ્રકારના ક્ષેત્રમાં 20મી એપ્રિલથી અપાશે છૂટછાટ