REGIONALગુજરાતી

અમદાવાદના ગૌરવ સમી એમ.જે.લાઇબ્રેરી હવે સ્માર્ટ સિટી મિશન હેઠળ બનશે અત્યાધુનિક

OLYMPUS DIGITAL CAMERA

  • શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરીને હવે ડિજીટલ ઓપ અપાશે
  • સ્માર્ટ સિટી મિશન હેઠળ લાઇબ્રેરીને અત્યાધુનિક બનાવાશે
  • આ પ્રોજેકટ પાછળ રૂ.40 લાખ ખર્ચાશે

અમદાવાદ: શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરી તંત્રનાં સ્માર્ટ સિટી મિશન હેઠળ અત્યાધુનિક બનાવાઇ રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા એમ.જે.લાઇબ્રેરીના ઓટોમેશનના પ્રોજેકટ હાથ ધરાયો છે.

શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરીને હવે અત્યાધુનિક બનાવાશે. તંત્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ તેને અત્યાધુનિક બનાવાઇ રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા એમ.જે.લાઇબ્રેરીનો ઓટોમેશનનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

નવી લાઇબ્રેરીમાં ટેક્નોલોજીનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવશે. આ લાઇબ્રેરીમાંથી ગુમ થતાં પુસ્તકોને રોકવા માટે ખાસ બઝર સિસ્ટમ વિકસિત કરાશે. એટલે કે કોઇ સભ્ય પુસ્તકની ચોરી કરશે તો ઓટોમેટિક બઝર વાગી જશે અને લાઇબ્રેરીનો સ્ટાફ આ સભ્યને રંગે હાથે પકડી પાડશે.

આપને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના હસ્તે એમ.જે.લાઇબ્રેરીનું ખાતમુર્હૂત કરાયા બાદ તેનું દેશના લોહપુરુષ ગણાતા સરકાર વલ્લભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મ્યુનિ. સંચાલિત આ લાઇબ્રેરી જયપુરી સ્થાપત્ય ધરાવતી હોઇ અમદાવાદનું ગૌરવ છે.

તાજેતરમાં તંત્રે ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત પુસ્તકને આરએફઆઇડી ટેગ લગાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. તેમ જણાવતાં એમ.જે.લાઇબ્રેરીના ગ્રંથપાલ ડો.બિપીન મોદી વધુમાં કહે છે, આરએફઆઇડી કોડ લગાવાયેલાં પુસ્તકને કોઇ સભ્ય ચોરવાનો પ્રયાસ કરશે તો તત્કાળ ‘બઝર’ વાગતાં સ્ટાફ સાવધાન થઇ જશે.

જોકે આરએફઆઇડી ટેગથી લાગેલાં પુસ્તકથી સભ્યો પોતે પણ પુસ્તકની આપ લે કરી શકશે. એમ.જે.લાઇબ્રેરીના વાર્ષિક સભ્યપદની ફી રૂ.500 હોઇ તેમાં રૂ.300 ડિપોઝિટ પેટે છે. જ્યારે આજીવન સભ્યપદ ફી રૂ.1500 છે.

નોંધનીય છે કે, આ પ્રોજેકટ પાછળ રૂ.40 લાખ ખર્ચાશે અને તેમાં પાંચ વર્ષનાં ઓપરેશન અને મેન્ટેનન્સનો પણ સમાવેશ થાય છે. પ્રારંભમાં લાઇબ્રેરીના 1.70 લાખ પુસ્તકને આરએફઆઇડી ટેગ લગાવાશે.

(સંકેત)

Related posts
REGIONALગુજરાતી

રાજકોટ અગ્નિકાંડ: પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં આગ લાગી હોવાની શક્યતા

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં ખુલાસો કોવિડના કોઈ ઈક્વિપમેન્ટમાં આગ લાગી હોઈ શકે છે: એકે રાકેશ સ્પાર્ક ક્યાંથી…
REGIONALગુજરાતી

PM મોદીએ કેડિલા પ્લાન્ટમાં બનેલી કોરોના રસીના પ્રેઝન્ટેશનની કરી સમીક્ષા

PM મોદી અમદાવાદ સ્થિત કેડિલા પ્લાન્ટ પહોંચ્યા, અહીં રસીનું કરશે વ્યક્તિગત નિરીક્ષણ અમદાવાદ બાદ પીએમ મોદી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને પૂણે…
REGIONALગુજરાતી

રાજ્ય સરકારની સ્પષ્ટતા, લગ્નના આયોજન માટે પોલીસ પરવાનગી જરૂરી નહીં પરંતુ...

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર દિવસ દરમિયાન લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરી અનિવાર્ય નથી:…

Leave a Reply