REGIONALગુજરાતી

અરવલ્લી: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોડાસાના સફાઇ કર્મીઓને સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ

  • સફાઇ સેનાનીઓની આરોગ્યની ચિંતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ કરી
  • મોડાસા નગરના 190 સફાઇ કર્મીઓને સેનેટાઇઝર-માસ્કનું વિતરણ
  • આ સેવાકીય કાર્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કરાયું પાલન

કોરોનાની મહામારી સામે આપણો દેશ ઝઝૂમી રહ્યો છે અને આ મહામારીને નાથવાના અવિરત પ્રયાસો ચાલી રહ્યા છે. આ સંકટની સ્થિતિમાં ડોક્ટર્સ, નર્સ, આરોગ્ય કર્મીઓ, પોલીસ, સફાઇ કર્મીઓ તથા કેટલીક સેવાભાવી સંસ્થાઓ કોરોના વોરિયર્સ બનીને પોતાની ચિંતા કર્યા વગર સતત આ સેવાકાર્યમાં પ્રવૃત છે. આવી જ એક સેવાભાવી સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ મોડાસા નગરપાલિકાના સફાઇ કર્મીઓના આરોગ્યની ચિંતા કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ પણ પોતાની રાષ્ટ્રીય ફરજ ચરિતાર્થ કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જીલ્લા પ્રમુખ મિનેષભાઇ પટેલની રાહબરીમાં સફાઇ સેનાનીના આરોગ્યની ચિંતાના ભાગ રૂપે મોડાસા નગરના 190 સફાઇ કર્મચારીઓને અલગ અલગ વૉર્ડમાં સ્થળ પર જઇને દરેકને સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉમદા સેવાકાર્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહ, નગર કારોબારી અધ્યક્ષ આશિષભાઈ જયસ્વાલ, આરોગ્ય અધ્યક્ષ રૂપેશભાઈ ઝાલા,  ટાઉન પ્લાનીંગ અધ્યક્ષ જલ્પાબેન ભાવસાર, પાણી પુરવઠા અધ્યક્ષ કેતનભાઈ ત્રિવેદી, સેનેટરી મંત્રી સુનિલભાઈ પુરોહિત એ  ઉપસ્થિત રહી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતુ.

આ સેવાકીય કાર્ય દરમિયાન ધર્મ જાગરણ પરિયોજના પ્રમુખ મોહનભાઇ પટેલ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત HNGU શૈક્ષીક સંઘ મહામંત્રી પ્રો. જગદીશ પ્રજાપતિ, RSM પ્રમુખ મિનેષભાઈ પટેલ, સંગઠન મંત્રી જતિનભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રજ્ઞેશભાઈ શર્મા, તાલુકા મંત્રી ધર્મેશભાઈ પરમાર, પ્રચાર પ્રસાર મંત્રી મુકેશભાઈ પટેલ, કા.મંત્રી પંકજભાઈ પ્રજાપતિ‍, વિજયભાઈ પ્રજાપતિ,  પ્રો. પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી,  જિલ્લા મહિલા અધ્યક્ષ ગાયત્રીબેન પંડ્યા, જિલ્લા મહિલા મંત્રી આશાબેન પ્રજાપતિ વગેરે આ સેવાકાર્યમાં જોડાયા હતા.

નોંધનીય છે કે સંકટના આ સમયમાં આ પ્રકારની સેવાભાવી સંસ્થાઓનું સેવાકીય કાર્ય કોરોના વોરિયર્સ બનીને લડી રહેલા સફાઇ કર્મીઓ માટે સરાહનીય છે. આ સમયે કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક અને સેનિટાઇઝરની આવશ્યકતા વધુ હોવાથી તેનું વિતરણ એ ખરા અર્થમાં ઉમદા કાર્ય કહી શકાય.

Related posts
NATIONALREGIONALગુજરાતી

લોકડાઉનમાં કાર્યકરોનું સેવાકાર્ય: ઘરમાં જ માસ્ક બનાવીને પોલીસકર્મી-ગરીબોને કર્યું વિતરણ

વર્તમાન સમયમાં કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક ખૂબજ અનિવાર્ય NSS તેમજ RSS જેવી સંસ્થાઓના કાર્યકર્તાઓએ બનાવ્યા માસ્ક આ કાર્યકરો માસ્ક બનાવીને તેનું…
AfghanistanAUTOBUSINESSDONATION.EDUCATIONHEALTHCAREImportant StoriesNATIONALPakistanPoliticalREGIONALગુજરાતી

કોરોનાવાયરસ: ઘરની બહાર ન નીકળવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતની અપીલ

ગાંધીનગર:દેશ હાલ કોરોનાવાયરસ સામે જંગ લડી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં કોરોનાવાયરસ ન ફેલાય તે માટે લોકોને બહાર ન નીકળવા…
Book ReviewBUSINESSDONATION.EDUCATIONHEALTHCAREImportant StoriesREGIONALગુજરાતી

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતનો નિર્ણય, કોરોનાવાયરસ સામે લડવા મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરશે એક દિવસનો પગાર

ગાંધીનગર: સમગ્ર વિશ્વ અને ભારત દેશ અત્યારે અદ્રશ્ય શત્રુ એવા કોરોનાવાયરસ સામે યુદ્ધ લડી રહ્યુ છે. વિશ્વના સમગ્ર દેશો તથા દેશના તમામ…

Leave a Reply