1. Home
  2. Regional
  3. ગુજરાતના મહેસૂલ વિભાગે વધુ એક સિસ્ટમને ઑનલાઇન સક્રિય કરી
ગુજરાતના મહેસૂલ વિભાગે વધુ એક સિસ્ટમને ઑનલાઇન સક્રિય કરી

ગુજરાતના મહેસૂલ વિભાગે વધુ એક સિસ્ટમને ઑનલાઇન સક્રિય કરી

0
  • ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા નિર્ણય
  • મહેસૂલ વિભાગની તમામ કચેરીઓની તપાસણીની પ્રક્રિયા કરી ઓનલાઇન
  • Integrated Revenue Inspection System હેઠળ તમામ પ્રક્રિયા થશે ઓનલાઇન

ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા દેશમાં પ્રથમ વખત વિભાગની તમામ કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરી iRIS (Integrated Revenue Inspection System) દ્વારા હવેથી તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ ઓનલાઇન મોડ્યુલમાં કરવામાં આવશે.

આ અંગે જાણકારી આપતા રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બને તે માટે ઇ-ગવર્નન્સના માધ્યમ અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી iORA પર બિનખેતી પરવાનગી, પ્રીમિયમ પરવાનગી, બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરવાનગી, વારસાઇ નોંધ, સુધારા હુકમ, જમીન માપણી જેવી 27 જેટલી વિવિધ સેવાઓ ઓનલાઇન કરી સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમને હવે ઓનલાઇન સક્રિય કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે રાજ્યમાં તમામ મહેસૂલી પરવાનગી પ્રક્રિયા ખૂબજ કાર્યક્ષમ રીતે અને પારદર્શી થાય તે માટે મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી દ્વારા રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓની તબક્કાવાર તપાસ કરવામાં આવે છે.

હવે આ ટેકનોલોજીના સમયમાં આ તપાસની પ્રક્રિયા પણ ઓનલાઇન થાય તે માટે મહેસૂલ વિભાગે નક્કર નિર્ણય લીધો છે. “ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ” દ્વારા હવેથી મહેસૂલી કચેરીઓની તપાસણી ઓનલાઇન કરવાથી સમયની બચત સાથે ગુણવત્તાસભર તપાસ થશે અને સમગ્રતયા કાર્યક્ષમ રીતે મહેસૂલી કામગીરી થશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT