1. Home
  2. Political
  3. બજેટ 2019: મોદી સરકારે કૃષિ બજેટમાં 144 ટકા વધારો કરીને 1.40 લાખ કરોડ ફાળવ્યા
બજેટ 2019: મોદી સરકારે કૃષિ બજેટમાં 144 ટકા વધારો કરીને 1.40 લાખ કરોડ ફાળવ્યા

બજેટ 2019: મોદી સરકારે કૃષિ બજેટમાં 144 ટકા વધારો કરીને 1.40 લાખ કરોડ ફાળવ્યા

0

લોકસભાની ચૂંટણી પહેલા રજૂ થયેલા વચગાળાના બજેટમાં મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપવાની કોશિશ કરી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન પિયૂષ ગોયલ દ્વારા રજૂકરવામાં આવેલા બજેટમાં ગત બજેટની સરખામણીએ કૃષિ માટે લગભગ અઢી ગણું વધુ ફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે કૃષિ માટે એક લાખ 40 હજાર 763 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગત દશ વર્ષની સરખામણીએ અત્યાર સુધીનો આ સૌથી મોટો ઉછાળો છે. તાજેતરમાં હિંદી બેલ્ટના ત્રણ મહત્વના રાજ્યોમાં સત્તા ગુમાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં ખેડૂતો અને કૃષિ માટે વધુ ફંડની ફાળવણી મદદરૂપ થાય તેવી ગણતરીઓ પણ જાણકારો દ્વારા માંડવાની શરૂ થઈ ચુકી છે.

કૃષિ બજેટ

વર્ષ                    બજેટ (કરોડ રૂ.)                                                    વધારો

2009-10 18,373  (વચગાળાનું)
2010-11 23,865 29.9
2011-12 29,045 21.7
2012-13 33,931 16.8
2013-14 35,773 5.4
2014-15 37,063  (વચગાળાનું) 3.3
2015-16 37,910 2.3
2016-17 44,486 17.3
2017-18 51,026 14.7
2018-19 57,600 12.8
2019-20 1,40,763 (વચગાળાનું) 144

 (સ્ત્રોત: આંકડા ઓલ ઈન્ડિયા રેડિયોના ટ્વિટર હેન્ડલ પરથી લેવામાં આવ્યા છે)

બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ બે હેક્ટર સુધીની ખેતીની જમીન ધરાવનારા ખેડૂતોને છ હજાર રૂપિયા પ્રતિ વર્ષના દરથી સીધી મદદ આપવામાં આવશે. આ મદદ બે હજાર રૂપિયાના ત્રણ હફ્તામાં લાભાન્વિત ખેડૂતોને બેન્ક ખાતામાં સીધી જ હસ્તાંતરીત કરાશે. આ યોનાથી લગભગ બાર કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ કાર્યક્રમ પર 75 હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચ થશે. તેના સિવાય વધારાની લોનની સમયસર ચુકવણી કરવા પર ત્રણ ટકાની વધારાની છૂટ આપવાનું પણ એલાન કરવામાં આવશે. તેના સિવાય વધારાની જૂની યોજનાઓ પરપણ નાણાં ખર્ચ કરવામાં આવશે.

ખેડૂતોની દુર્દશા દેશમાં લાંબા સમયથી મોટો મુદ્દો રહ્યો છે. ગત કેટલાક સમયમાં ખેડૂત આંદોલન અને ખેડૂતોની આવરનવાર બનતી આત્મહત્યાની ઘટનાઓને કારણે સરકાર પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને મળેલી જીતમાં ખેડૂતોની કર્જમાફીનું એલાન મોટું ફેક્ટર માનવામાં આવતું હતું. જેને કારણે કૃષિ બજેટમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો હોવાનું પણ માનવામાં આવે છે.

LEAVE YOUR COMMENT