REGIONALગુજરાતી

ગુજરાત સરકારને રાહત, સુપ્રીમકોર્ટે માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશ સામે ફરમાવ્યો મનાઈહુકમ

અમદાવાદઃ ગુજરાતમાં માસ્ક નહીં પહેનાર વ્યક્તિઓ પાસે કોવિડ કેસ સેન્ટરમાં સેવા કરાવવાના હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, નિયમો અને ગાઈડલાઈન છે, પણ તેનું પાલન થાય છે ખરું. કોર્ટે કહ્યું હતું કે, SOPનું પાલન કરાવવાની ઈચ્છા શક્તિ સરકારમાં દેખાતી નથી. સુપ્રીમ કોર્ટે માસ્ક ન પહેરતા લોકો સામે ગંભીરતાપૂર્વક કામગીરી કરવા સરકારને ટકોર કરી છે. તેમજ એસઓપીનું પાલન ચુસ્તપણે કરવા નિર્દેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં માસ્ક નહીં પહેનારને કોવિડ સેન્ટર સેવા માટે મોકલી આપવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો હતો. જેની સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેમજ આ અંગે આજે જ સુનાવણી હાથ ધરવા માટે વિનંતી કરવામાં આવી હતી. સરકારની અપીલ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી સોલિસીટર જનરલે રજૂઆત કરી હતી કે, લોકો માસ્ક નથી પહેરતા એ વાત સાચી, પણ હાઈકોર્ટના આદેશને લાગુ કરવો શક્ય નથી. માસ્ક ન પહેરવાથી જે જોખમ છે તેના કરતાં વધુ જોખમ કોવિડ કેર સેન્ટરમાં કામ કરવાથી છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને અણીયારો સવાલ કર્યો હતો કે, નિયમો અને ગાઈડલાઈન છે, પણ તેનું પાલન થાય છે ખરું, SOPનું પાલન કરાવવાની ઈચ્છા શક્તિ સરકારમાં દેખાતી નથી. એટલે જ હાઈકોર્ટે આદેશ કરવો પડ્યો હતો. લગ્ન પ્રસંગ, મેળાવડામાં હજારો લોકો ભેગા થઈ રહ્યા છે, SOP નું પાલન ક્યાં થઈ રહ્યું છે.

 

Related posts
Nationalગુજરાતી

26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર SCમાં 20મીએ થશે સુનાવણી

નવા કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોનું આંદોલન સતત વેગ પકડી રહ્યું છે હવે ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીનું કર્યું એલાન આ ટ્રેક્ટર રેલી…
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસ જનસંપર્ક અભિયાન મારફતે મતદારો સુધી પહોંચશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ વધારે તેજ કરવામાં આવી છે. તેમજ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી…
Regionalગુજરાતી

રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતના વેપારીઓ આવ્યાં આગળ, કરોડોનું કર્યું દાન

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં…

Leave a Reply