1. Home
  2. ગુજરાતી
  3. એક્શનથી ભરપુર ‘મરજાવા’ બદલા અને ઈન્તેકામની કહાનિ,રીતેશ છવાયો ફિલ્મમાં,તો સિદ્ધાર્થ પડ્યો ઝાંખો
એક્શનથી ભરપુર ‘મરજાવા’ બદલા અને ઈન્તેકામની કહાનિ,રીતેશ છવાયો ફિલ્મમાં,તો સિદ્ધાર્થ પડ્યો ઝાંખો

એક્શનથી ભરપુર ‘મરજાવા’ બદલા અને ઈન્તેકામની કહાનિ,રીતેશ છવાયો ફિલ્મમાં,તો સિદ્ધાર્થ પડ્યો ઝાંખો

0

રાઈટર અને ડિરેક્ટર મિલાપ ઝવેરીની ફિલ્મ ‘મરજાવાં’માં એક્શન તો છે સાથે-સાથે લવ સ્ટોરી પણ મજેદાર છે. એક તરફ ગેંગસ્ટર રઘુના પાત્રમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળે છે, મૂંગી નાયિકા ઝોયાના પાત્રમાં તારા સુતરિયા છે,તો પ્રેમમાં ડૂબેલી તવાયફ અને આરઝૂના રોલમાં રકુલ પ્રીત સિંહની સ્ટોરીનું વર્ણન કરવામાં આવ્યું છે.

ટેન્કર માફિયા અન્નાના રોલમાં નાસિર અને તેનો ત્રણ ફૂટનો દીકરો વિષ્ણુના રોલમાં રિતેશ દેશમુખ વચ્ચેના સંબંધો અને તાકતની વાત દર્શાવામાં આવી છે.જેમાં વિષ્ણુની દુશ્મની રઘુ સાથે પણ છે, કારણ કે અન્ના  રઘુને પુત્રની જેમ માને છે અને ખુબ રાખે પણ છે,જે વિષ્ણુંની સહનની બહાર છે,.

રઘુની લાઈફમાં ઝોયા તો છે પરંતુ તેમને અડચણરુપ વિષ્ણુ પણ હાજર જ હોય  છે,ઝોયા-રઘુની લવ સ્ટોરી દર્શકોને જકડી રાખે છે,રઘુ ઝોયા માટે ખુૂબ જ સંઘર્ષ કરતો જોવા મળે છે,પરંતુ ઝોયા મૃત્યુ પામે છે,ત્યારે સર્જાય છે બદલાની ભાવના હવે રઘુ તેની પ્રેમિકાના મોતનો બદલો લેવા ઈચ્છે છે,ત્યારે તેનું પરિણામ શું આવે છે તેની વાર્તા આ ફિલ્મમાં વણી લેવામાં આવે છે,

આ સમગ્ર ફિલ્મની સ્ટોરી મહાનગરી મુંબઈની ચોલમાં દર્શાવામાં આવી છે,જ્યા વિષ્ણું અને અન્નાનો એક્કો ચાલે છે,તેમની મરજી ખિલાફ અહિ કંઈજ શક્ય નથી.જ્યારે રઘુ પિતા સમાન અન્નાની દરેક વાત માને છે,પરંતુ વિષ્ણું અને રઘુની દુશ્મની હોય છે તેઓ એકબીજા પ્રત્યે બદલાની ભાવના દાખવે છે.વિષ્ણું ઝોયા અને રઘુના પ્રેમનો ખલનાયક બને છે,ખલનાયકના પાત્રને રિતેશ દેશમુખે બરાબર ન્યાય આપ્યો છે,તો ક્યાક સિધ્ધાર્થના ડાયલોગ્સ થોડા ઝાંખા પડી જાય છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્ટિંગ તારીફે કાબિલ છે તો સાથે સાથે રિતેશ દેશમુખ પણ તેના રોલમાં પરફેક્ટ જોવા મળે છે,એક્શનથી ભરપુર છે આ ફિલ્મ,હા ફિલ્મમાં એનેક કમીઓ પણ રહી છે ,સાઉથના એક્ટર નાસિરે ખુબ સરસ અભિનય કર્યો છે.સમગ્ર ફિલ્મમાં રિતેશ છવાયેલો રહે છે,રિતેશ દેશમુખના ડાયલોગ્સથી ક્યાક સિધ્ધાર્થ ઝાંખો પડતો નજરે ચડે છે,ઓવરોલ ફિલ્મ બદલાની ભાવનાની આજુબાજુ સંકળાયેલી છે,પોતાના પ્રેમનો બદલો લેવાની વાત પર રઘુ અડગ છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.