1. Home
  2. ગુજરાતી
  3. રોહિત શેટ્ટીનું સરહાનિય કાર્ય- મુંબઈમાં પોલીસકર્મીઓ માટે 17 રુમની સગવડ કરી
રોહિત શેટ્ટીનું સરહાનિય કાર્ય- મુંબઈમાં પોલીસકર્મીઓ માટે 17 રુમની સગવડ કરી

રોહિત શેટ્ટીનું સરહાનિય કાર્ય- મુંબઈમાં પોલીસકર્મીઓ માટે 17 રુમની સગવડ કરી

0
  • રોહીત શેટ્ટીું સરહાનિય કાર્ય
  • 17 જેટલા રુમ પોલીસ માટે ફાળવ્યા
  • પોલીસ જવાનો હવે ઘરે જવાના બદલે અહી રહેશે
  • પરિવારને કોરોનાથીબચવી શકશે

કોરોના વાયરસના કારણે લોકોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો ખાસ કરીનેએ લોકો કે જેઓ રોજબરોજ અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે અને પછી પોતાની ફરજ પુરી કરીને ઘર તરફ પાછા વળતા હોય છે, મુંબઇમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દઓ વધતા જ જાય છે. આ સંકટની ઘડીમાં મુંબઇ પોલીસ પોતાના જીવ જોખમમાં નાખીને લોકોની સુરક્ષા કરી રહી છે. બોલીવૂડ સ્ટાર્સ સતત કોરોના વોરિયર્સની મદદ કરી રહ્યા છે. કોપ ડ્રામા બનાવા માટે જાણીતા ખુબ જ ફેમસ દિગ્દર્શક રોહિત શેટ્ટી ફરી એક વખત મુંબઇ પોલીસની મદદ માટે આગળ આવ્યા છે.

રોહિતે મુંબઇના જુહુ પોલીસ સ્ટેશનના સ્ટાફ માટે ૧૭ જેટલા રૂમની સગવડ કરાવી આપી છે. જેથી તેઓ પોતાની ફરજ બજાવાની સાથે-સાથે પોતાના પરિવારોને સંક્રમણથી બચાવી શકે પરીવારથી દુર રહીને દેશના લોકોની સેવા કરી શકે,તે સાથે જ જ્યારે ડયુટી પછી પોલીસકર્મીઓ પોતાના ઘરે નહી જાય અને આરામ માટે આ ઓરડાઓમાં જ રહેશે,જેથીકરી તેઓને આરામ તો મળશે જ પરંતુ કોરોનાના ડરથી પરિવારને પણ મૂક્ત કરી શકે.

રોહીત શેટ્ટીના આ સરહાનિય કાર્ય માટે પોલીસ સ્ટાફે તેમનો આાર વ્યક્ત કર્યો હતો,કોરોના જેવી મહામારીમાં પોલીસને રુમની વ્યવસ્થા કરી આપીને તેઓ એ ખુબજ સારુ કાર્ય કર્યું છે.જો કે આ પ્રથમ વાર રોહિત શેટ્ટીએ કર્યુ નથી, આ પહેલા પણ પોલીસકર્મીઓની સુરક્ષા માટે તેમણે આઠ હોટલમાં રુમ બુક કરાવ્યા હતા,આ સાથે જ તેઓેએ પોલીસ કર્મીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ઘ કરાવી આપી હતી.

(sahin)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.