1. Home
  2. ગુજરાતી
  3. રામજન્મભૂમિ પરિસરમાં સ્થિત કુબેરેશ્વર શિવલિંગનો 28 વર્ષ બાદ રૂદ્રાભિષેક- થોડા સમયમાં જ થશે રામમંદિરનું નિર્માણ-મહંત કમલ નયન
રામજન્મભૂમિ પરિસરમાં સ્થિત કુબેરેશ્વર શિવલિંગનો  28 વર્ષ બાદ રૂદ્રાભિષેક- થોડા સમયમાં જ થશે રામમંદિરનું નિર્માણ-મહંત કમલ નયન

રામજન્મભૂમિ પરિસરમાં સ્થિત કુબેરેશ્વર શિવલિંગનો 28 વર્ષ બાદ રૂદ્રાભિષેક- થોડા સમયમાં જ થશે રામમંદિરનું નિર્માણ-મહંત કમલ નયન

0
  • રામજન્મભૂમિ પરિસરમાં બનેલા કુબેરેશ્વર શિવલિંગનો રુદ્રાભિષેક
  • મહંત કમલ નયન દાસે કર્યો શિવલિંગનો રુદ્રાભિષેક
  • ટ્રસ્ટ મંદિરના નિર્માણની તૈયારી કરી રહ્યું છે-મહંત કમલ નયન

અયોધ્યા ખાતે બનનાર ભગવાન શ્રીરામના મંદિરને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,ભક્તોમાં રામ મંદિર બનાવવાની તાલાવેલી જોવા મળે છે,ત્યારે ભગવાન રામનું મંદિર બને તે પહેલા આજરોજ બુધવારના દવસે જન્મભૂમિ પરિસરમાં કુબેર ટીલા ઉપર લાંબા સમય બાદ 28 વર્ષ પછી કુબેરેશ્વર શિવલિંગનો રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.

આ રુદ્રાઅભિષેકમાં મણીરામ છાવણીના મહંત એવા ઉત્તરાધિકારી કમલ નયન દાસ કુબેર હાજર રહયા હતા. સાથે બે કલાકના સમયજેટલું અનુષ્ઠાન ચાલ્યું હતું. કુબેર ટીલા રામજન્મભૂમિ પરિસરમાં સ્થિત છે.આ મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના સંરક્ષણ હેઠળ છે. ત્યારે આ અંગે મહંત કમલ નયને જણાવ્યું હતું કે ,આ કરવામાં આવેલ રુદ્રાભિષેકનો હેતું મંદિર નિર્માણમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તેમજ કોરોના મહામારીને ખતમ કરવા માટેનો છે.

મહંત કમલ નયન દાસે જણાવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણની તૈયારી રામજન્મ ભૂમિ તીર્થ ટ્રસ્ટ દ્રારા ગતિવેગથી કરવામાં આવી રહી છે. જમીનને સમતલ પણ કરવામાં આવી રહી છે. મંદિર નિર્માણનું કામકાજ ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે અને આ માટે તમામ અથાગ પ્રયત્નો ટ્રસ્ટના મધ્યમથી કરવામાં આવી રહી છે

મંદિર નિર્માણ માટે સંત સમાજ ખુબ જ આતુરતાથ રાહ જુએ છે. મંદિર નિર્માણ શરૂ થતા પહેલા ગર્ભગૃહ સ્થળે યોજાનાર ભૂમિ પૂજન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે.જે માટે તેઓને પહેલાથી જ નિમંત્રણ આપવામાં આવી ચૂક્યું છે.ઉલ્લેખની છે કે મહંત રામલલાના દર્શન કરવા ગયા હતા, ત્યારથી તેમને કુબેર ટીલા ઉપર શિવલિંગનું મંદિરજોઈને રુદ્રાભિષેકની ઈચ્છા થઈ હતી.

(sahin)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.