HEALTHCAREImportant StoriesINTERNATIONALગુજરાતી

સેચેનોવ યુનિવર્સિટિનો દાવો- કોરોનાની વેક્સિન બાબતે રશિયાએ કર્યું સફળ પરિક્ષણ

  • રશિયાનું કોરોના વેક્સિન બાબતે સફળ પરિક્ષણ
  • અનેક સંશોધન બાદ રશિયાને મળી સફળતા
  • ટૂંક સમયમાં રસી માર્કેટમાં આવવાની શક્યતાઓ- સેચેનોવ યુનિવર્સિટી

સમગ્ર વિશ્વમાં કોરોના હાલ કેન્દ્ર સ્થાને છે,કે કંઈ રીતે કોરોનાને માત આપવી,કોરોના સામે કઈ રીતે લડત લડવી અને ખાસ મહત્વનું એ કે કોરોના માટે રસી શોધવી,વિશ્વના કેટલાક મહાન વૌજ્ઞાનિકો દ્રારા રસી શોધવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રશિયાને હવે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

રશિયાએ કોરોનાની રસી બનાવી લીધી છે,આ બાબતે રશિયાની યુનિવર્સિટી સેચેનોવએ એવો દાવો કર્યો છે કે,રશિયાએ કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરી લીધી છે તે સાથે જ તે તમામ સફળ પરિક્ષણમાં પણ સફળ રહી છે.

જો કે હવે આ દાવા પ્રમાણે કોરોના વાયરસની રસી જો ખરેખર સફળ સાબિત થાય છે તો,સમગ્ર વિશ્વ માટે તે ફાયદા કારક સાબિત થઈ શકે છે,આ પહેલા મહાસત્તા ગણાતા અમેરીકાએ પણ રસી બાબતે ઘણું સંશોધન કર્યુ છે,જેમાં અનેક લોકો નિષ્ફળ રહ્યા છે,હજુ સુધી કોરોના વેક્સિન બાબતે કોઈને સફળતા મળી જ નથી.જે બાબતે રશિયા હવે આગળ નીકળી ચૂક્યું છે.રશિયાએ કોરોનાની વેક્સિન શોધી લીધી છે.

ઈન્સ્ટિટયૂટ ફોર ટ્રાન્સલેશનલ મેડિસિન એન્ડ બાયોટેક્નોલોજીના ડાયરેક્ટર વદિમ તરાસોવે આ બાબતે જણાવ્યું હતુ કે,યુનિવર્સિટીએ 18મી જૂનના રોજ રશિયાની ગેમલી ઈન્સ્ટિટયૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી મારફત બનાવવામાં આવેલી કોરોનાની રસીનું પરીક્ષણ કરવાનું કાર્ય હાથ ધર્યુ હતું

આ સમગ્ર બાબતે તારાસોવેએઁ જણાવ્યું હતું કે,સેચેનોવ યુનિવર્સિટીએ કોરોના વાઈરસ સામે વિશ્વની પ્રથમ શોધાયેલી રસીનું સ્વયં સેવકો પર સફળતાપૂર્વક પરીક્ષણ સંપૂર્ણ કરી લીધું છે.સેચેનોવ યુનિવર્સિટીમાં ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ પેરાસિટોલોજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર-બોર્ન ડિસીસના ડાયરેક્ટર એવા એલેક્ઝાન્ડર લુકાશેવના કહેવા પ્રમાણે આ સમગ્ર સ્ટડીનો હેતુ દરેક માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે કોવિડ-19ની રસી સફળતા પૂર્વક બનાવવાનો અને પરીક્ષણ કરવાનો હતો.જે હવે પુરો થયો છે.

સંશોધન કર્તાઓ દ્રારા કહેવામાં આવી રહ્યું છે કે,આ બનાવવામાં આવેલી રસીના કારણે કોઈપણ વ્યક્તિને કોરોનાનો ચેપ હવે લાગી શકશે નહી,વિતેલી 18મી મે ના રોજ મોડર્નાએ જાહેર કર્યું હતું કે, ફેઝ-1 ટ્રાયલમાં તેના પરિણામ સકારાત્મક આવ્યા છે. એમઆરએનએ-1273 રસીને અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલૃથ અને મોડર્ના કંપનીએ તૈયાર કરી છે.

ત્યારે હવે જોવું રહ્યું કે કોરોનાની આ શઓધવામાં અને બનાવવામાં આવેલી રસી ખથરેખર સફળ રિતે પરિક્શણ પામી છે કે કેમ,તેઓ હવે આ રસી માર્કેટમાં લાવ્યા બાદ જ જાણી શકાશે,અને જો ખરેખર આ રસી સફળ છે તો કોરોનાથી મૂક્તિ મળવાનો માર્ગ મોકળો બનશે,વિશઅવભરમાંથી કોરોનાને નોબુદ કરવામાં સફળતા મળી શકે છે.

સાહીન-

Related posts
HEALTHCAREImportant Stories

ભારતે મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે વધારી ચર્ચા, કરી શકે છે કોરોના વેક્સિન બનાવવામાં મદદ

કોરોના વેકસીન પર મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે ચર્ચા બંને દેશો સાથે મળીને વિકાસની સંભાવના પીએમ મોદી પહેલેથી જ દેશોને કરી રહ્યા છે મદદ…
INTERNATIONALગુજરાતી

રશિયામાં ડોઝની અછતને પગલે કોરોના વેક્સીનની ટ્રાયલ અચાનક અટકાવાઇ

રશિયામાં વેક્સીનની વધતી માંગ સામે ડોઝની અછતને કારણે લેવાયો નિર્ણય રશિયાની સરકારે નવા સ્વયંસેવકો પર કોરોની વેક્સીનની ટ્રાયલને અટકાવી આ વેક્સીનના પરીક્ષણમાં…
NATIONALગુજરાતી

કોરોનાથી સાજા થનારા દર્દીઓ માટે પ્રદુષણ જોખમી –ફ્લુની વેક્સિન આપશે આ પ્રકારના દર્દીઓને રાહત

કોરોનાથી સાજા થનારા દર્દીઓ માટે પ્રદુષણ જોખમી ફ્લુની વેક્સિન આપશે આ પ્રકારના દર્દીઓને રાહત લાંબા સમયથી કોરોનાના લક્ષણો જોખમકારક સમગ્ર વિશ્વમાં કોરોના…

Leave a Reply