1. Home
  2. Political
  3. રામમંદિર બનવું જોઈએ, પણ મુસ્લિમોને જમીનનો થોડો વધુ હિસ્સો આપી શકાય છે: સદગુરુ જગ્ગી વાસુદેવ
રામમંદિર બનવું જોઈએ, પણ મુસ્લિમોને જમીનનો થોડો વધુ હિસ્સો આપી શકાય છે: સદગુરુ જગ્ગી વાસુદેવ

રામમંદિર બનવું જોઈએ, પણ મુસ્લિમોને જમીનનો થોડો વધુ હિસ્સો આપી શકાય છે: સદગુરુ જગ્ગી વાસુદેવ

0

રામમંદિર મામલામાં આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે ટીપ્પણી કરી છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, તેમણે કહ્યુ છે કે રામમંદિર બનવું જોઈએ, પરંતુ મુસ્લિમોને જમીનનો થોડો વધારે હિસ્સો આપી શકાય છે. તેમણે આ મુદ્દાને હિંદુ આસ્થા અને સંવેદનાની સાથે જોડાયેલો પ્રશ્ન પણ ગણાવ્યો હતો.

તેમણે કહ્યુ છે કે આ ઘણું હેરાન કરનારું છે કે કોર્ટ  એ નક્કી કરશે કે રામનો જન્મ ત્યાં થયો હતો કે નહીં. એએસઆઈએ પણ કહ્યું છે કે ત્યાં એક મંદિર જ હતું. કોર્ટનું કહેવું છે કે આ જમીન સાથે જોડાયેલો મામલો છે. જો કે મામલો હવે ઝડપથી ઉકેલાવો જોઈએ.

સદગુરુ જગ્ગી વાસુદેવે એમ પણ કહ્યુ છે કે રામમંદિર ક્યારેય ચૂંટણીનો મુદ્દો હતો નહીં. કોર્ટે આનું સમાધાન કરવાનુ છે અને તેને ઝડપથી નક્કી કરે. તે સ્થાન પર મંદિર બનાવી દો અને વિવાદ સમાપ્ત કરો. તેમણે એમ પણ કહ્યુ છે કે આખી જમીનમાંથી માત્ર 2.7 એકર જ વિવાદીત જમીન છે. જો મુસ્લિમ પક્ષકારનો 2.7 એકર જમીનમાં એક તૃતિયાંશ હિસ્સો છે, તો તેનાથી વધારે હિસ્સો બિનવિવાદીત જમીનમાંથી તેમને મળવો જોઈએ.

સદગુરુ જગ્ગી વાસુદેવે કહ્યુ છે કે હિંદુઓની આ જમીન સાથે જોડાયેલી ભાવનાઓ છે, કારણ કે હિંદુઓ માને છે કે રામલલાનો ત્યાં જ જન્મ થયો હતો. મુસ્લિમો સાથે આવી કોઈ ભાવના આ સ્થાનને લઈને જોડાયેલી નથી. ચૂંટણી પહેલા જ કોર્ટે આના પર ચુકાદો આપવો જોઈએ.

LEAVE YOUR COMMENT