1. Home
  2. Political
  3. ભોપાલમાં હિંદુ આતંકવાદ શબ્દના “ઘડવૈયા”ને આરોપમુક્ત થયેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ આપશે ટક્કર
ભોપાલમાં હિંદુ આતંકવાદ શબ્દના “ઘડવૈયા”ને આરોપમુક્ત થયેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ આપશે ટક્કર

ભોપાલમાં હિંદુ આતંકવાદ શબ્દના “ઘડવૈયા”ને આરોપમુક્ત થયેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ આપશે ટક્કર

0

ભોપાલ: મધ્યપ્રદેશમાં ભાજપે ચાર લોકસભા બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મધ્યપ્રદેશની ગુના બેઠક પર ડૉ. કે. પી. યાદવ, સાગર બેઠક પરથી રાજબહાદૂર સિંહ,વિદિશાથી રમાકાંત ભાર્ગવ અને ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલથી ભાજપ ઉમેદવાર બનાવે તેને લઈને લાંબા સમયથી અટકળબાજી ચાલી રહી હતી. બુધવારે સવારે તેઓ ભોપાલ ખાતેના ભાજપના કાર્યાલય પહોંચ્યા અને શિવરાજસિંહ ચૌહાન સાથે તેમણે મુલાકાત કરી હતી. તેમણે ઔપચારીકપણે ભાજપની સદસ્યતા પણ ગ્રહણ કરી હતી. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન સાથે મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સાધ્વી પ્રજ્ઞા સિંહે હ્યુ હતુ કે મે ભાજપની સદસ્યતા ગ્રહણ કરી છે અને હું ચૂંટણી લડીશ તથા જીતીશ.

મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ ખૂબ ચર્ચામાં રહેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહે છે. જો કે આ કેસમાંથી બરી થયા બાદ તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પોતાના તીખા નિવેદનોથી હંમેશા કોંગ્રેસને નિશાને લેતા રહ્યા છે. સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર એબીવીપી અને દુર્ગાવાહિની સાથે જોડાયેલા રહ્યા છે.

LEAVE YOUR COMMENT