સાઉદી અરબની સરકારી પેટ્રોલિયમ કંપની અરામકોએ ઈતિહાસ રચ્યો છે,શેર બજારમાં કંપનીની શરુઆત ઘમાકેદાર થઈ હતી,શરુઆતના એક કલાકમાં જ શૅર 10 ટકાથી વઘુ ઉછળ્યા હતા. બુઘવારની સવારે સાઉદી અરામકોનો શૅર તેજી સાથે 35.2 સાઉદી રિયાલ (9.38) ડોલર સુઘી પહોંચી ચૂક્યો છે, જ્યારે સાઉદી અરામકોના શેર 32 રિયાલ પર છે,જેનાથી સાઉદી અરામકોની માર્કેટ વેલ્યૂ વઘીને 1.88 લાખ કરોડ ડોલર છઈ ચૂકી છે,ઉલ્લેખનીય છે કે, માર્કેટ કૈપના સંદર્ભે સાઉદી અરામકો વિશ્વની સૌથી મોટી કંપની બની છે, અરામકે અમેરીકી એપ્પલ,એમેઝોન અને માઈક્રો સોફ્ટને પણ પાછળ મૂકી દીધી છે.
માર્કેટ વેલ્યૂ 1.88 લાખ કરોડ ડોલરના સંદર્ભે વિશ્વની સૌથી મોટી કંપની સાઉદી અરામકોએ 25.6 અરબ ડોલરનો વિશ્વનો સૌથી મોંઘો આઈપીઓ રજુ કર્યો છે.સાઉદી અરબના સ્થાનીક શૅર બજારમાં તેના શૅરનો કારોબાર શરુ થયો,અમરાકો પ્રતિ શૅરના ભાવ 32 રિયાલ એટલે કે 8.53 ડોલર આસપાસ છે.
સાઉદી અરામકોની વેલ્યૂએશન 1.88 ટ્રિલિયન ડોલર છે,આ કિંમત પર અરામકો વિશ્વભરમાં સૌથી વઘુ વેલ્યૂએશન વાળી કંપનીઓમાંથી 50 ટકા વઘુ વેલ્યૂએશન વાળી કંપની બની છે,હાલના સમયમાં માઈક્રોસોફ્ટ અને એપ્પલ જેવી કંપનીઓની માર્કેટ વેલ્યૂ 1 ટ્રિલિયન ડોલરની આસપાસ છે.
વિતેલા વર્ષે અરામકો કંપનીએ કુલ 110 અરબ ડોલરની કમાણી કરી હતી,આ આઘારે આપણે એમ કહી શકીએ કે, સાઉદી અરામકોની કુલ આવક વર્તમાન સમયના વિશ્વના સૌથી ઘનિક વ્યક્તિ બિલ ગેટ્સના કુલ નેટવર્થ જેટલી છે.
અરામકોએ તાજેતરમાં જ પોતાની 6 માસિક આવકની જાણકારી શૅર કરી હતી જેમાં વર્ષ 2019ના છેલ્લા 6 મહિનામાં તેનો નફો 46.9 અબજ ડોલર જાહેર કર્યો હતો,જો કે તેનો નફો 12 ટકા સુઘી ઘટ્યો છે,આ બમ્પર કમાણી સાથે સાઉદી અરામકોએ વિશ્વની બીજી ઘણી ઘનિક કંપનીઓને પછાડી છે ને અરામકો કંપનીએ દુનિયાની નંબર 1 કંપનીનું સ્થાન ગ્રહણ કર્યું છે.