in ,

સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ-2 છલકાયોઃ કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

  • ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યાં
  • ચાર વર્ષ બાદ ડેમ ઓવરફ્લો થયો
  • રાજકોટમાં પાણીની સમસ્યા થશે દૂર

રાજકોટઃ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ 2 ઓવરફ્લો થયો છે. ડેમનાં હાલ 2 દરવાજા અડધો ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જેથી કાંઠાવિસ્તારનાં 17 જેટલા ગામને સતર્ક કરવામાં આવ્યાં છે. તંત્રએ હાલ કાંઠાવિસ્તારોમાં લોકો ન જાય તેવી સૂચના આપી દીધી છે.

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. ભાદર ડેમ-2માં પણ નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ચાર વર્ષ બાદ ડેમ ઓવરફ્લો થતા મોટી સંખ્યામાં આ નજારો નીહાળવા ઉમટી પડ્યાં હતા.  હાલ ભાદર ડેમ-2ના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તાર તથા 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભાદર ડેમ રાજકોટ, જેતપુર સહિતનાં 18 લાખ લોકોને પીવાનું પાણી પુરૂ પાડે છે. આ સાથે જ અંદાજીત 20 હજાર હેક્ટર જમીનને પિયત માટે પાણી આપવામાં આવે છે. ભાદરમાંથી રાજકોટ શહેરને 45 એમએલડી પાણી આપવામાં આવે છે, જ્યારે જેતપુર, કોટડાસાંગાણી, શાપર સહિતની નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારને પણ ભાદર ડેમમાંથી જ પાણી મળે છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો નવા પાણીથી ભરાયા હોવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ નહીવત છે. તેમજ ખેડૂતોને પણ સિંચાઈ માટે પુરતી પાણી મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતમાં જેહાદી ષડયંત્ર કેસમાં વોન્ટેડ આતંકવાદી અંતે ઝડપાયો

અબુધાબીમાં 17 ચર્ચ અને 1 હિન્દુ મંદિરને મળ્યું UAEનું અધિકૃત લાઇસન્સ, રચાયો ઇતિહાસ