1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાવાયરસના દર્દીઓનો ઈલાજ માટે ગુજરાત મોડલને અપનાવે
સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાવાયરસના દર્દીઓનો ઈલાજ માટે ગુજરાત મોડલને અપનાવે

સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાવાયરસના દર્દીઓનો ઈલાજ માટે ગુજરાત મોડલને અપનાવે

0

અમદાવાદ: કોરોનાવાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે અને લોકો માટે સૌથી મોટો સવાલ છે કે કોરોનાવાયરસ બીમારીના ઈલાજનો ખર્ચ કેટલો..? તો આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અન્ય રાજ્યોને કોરોનાવાયરસના દર્દીઓનો ઈલાજ માટે ગુજરાત મોડલ અપનાવવાનો આદેશ આપ્યો છે.

ચીફ જસ્ટીશ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું કે તેઓ સોલિસિટર જનરલને કહી રહ્યા છે કે દરેક રાજ્યની સરકાર કોરોનાવાયરસના દર્દીઓના ઈલાજનો માપદંડ નક્કી કરે તે પહેલા ગુજરાત મોડલને સમજે.

હાલના સમયમાં કોરોનાવાયરસના દર્દીઓના ઈલાજ માટે ખાનગી હોસ્પિટલો લાખો રૂપિયા પડાવી રહી છે અને તેને રોકવા માટેની એક અરજી દાખલ કરવામાં આવી છે, આ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખાનગી હોસ્પિટલોની ઈલાજ માટેની વધારે ફી મુદ્દે હાઈકોર્ટમાં જવામાં આવે. જો કે અરજીકર્તાના વકીલ આનંદ ગ્રોવરે કહ્યું કે આ મુદ્દાને હાઈકોર્ટમાં ન મોકલવામાં આવે.

સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને કહ્યું કે સુપ્રીમ કોર્ટ નથી ઈચ્છતી કે કોરોના પીડિતોનો ઈલાજ વિના મૂલ્યે થાય પણ લોકોને સ્વાસ્થય સેવા અને ઈલાજતો મળવો જ જોઈએ. તમે સારવાર માટે સર્વશ્રેષ્ઠ, સરળ અને સારું મોડલ તૈયાર કરો અને કોઈ રાજ્યની કામગીરી સફળ જણાશે તો તેને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી શકે છે.

જો કે કોરોનાવાયરસ સંક્રમિત લોકોની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખે સુપ્રીમ કોર્ટે રાજ્યોને ડૉક્ટરો અને જાણકારોની કમિટી બનાવવાનો આદેશ કર્યો હતો જેમને હોસ્પિટલોમાં કોરોનાવાયરસ સંક્રમિત દર્દીઓ પર નજર રાખવાનું કામ કરશે, આ કમિટી સમય સમય પર હોસ્પિટલોની જરૂરી આદેશ પણ આપશે.

સુપ્રીમ કોર્ટે તે પણ કહ્યું કે કોરોનાથી સંક્રમિત દર્દીની ઈચ્છા પર હોસ્પિટલ દર્દીની સાથે એક વ્યક્તિના રાખવાની રજા આપે અને તે વ્યક્તિએ તે સમય દરમિયાન હોસ્પિટલ દ્વારા કહેવામાં આવતી જગ્યા પર જ રહેવું પડશે. આ માટે તમામ હોસ્પિટલોની હેલ્પ ડેસ્ક બનાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.