1. Home
  2. Political
  3. રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આગામી સપ્તાહે સુનાવણીની શક્યતા
રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આગામી સપ્તાહે સુનાવણીની શક્યતા

રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આગામી સપ્તાહે સુનાવણીની શક્યતા

0

નવી દિલ્હી:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેવડી નાગરીકતાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ચુક્યો છે. યુનાઈટેડ હિંદુ ફ્રન્ટ અને હિંદુ મહાસભા તરફથી દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી થાય તેવી શક્યતા છે.

યુનાઈટેડ હિંદુ ફ્રન્ટના જયભગવાન ગોયલ અને હિંદુ મહાસભાના ચંદ્રપ્રકાશ કૌશિક દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલય આના સંદર્ભે મળેલી ફરિયાદ પર ઝડપથી કાર્યવાહી કરે. આ અરજીમાં રાહુલ ગાંધીને ચૂંટણી લડવાથી અયોગ્ય ઠેરવવાની પણ માગણી કરવામાં આવી છે.

તેની સાથે જ અરજદારએ રાહુલ ગાંધીનું નામ મતદાતા યાદીમાંથી હટાવવાની પણ અપીલ કરી છે.

મહત્વપૂર્ણ છે કે ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ જાહેર કરીને પંદર દિવસમાં જવાબ માંગ્યો છે. ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ફરિયાદમાં આરોપ લગાવતા કહ્યુ છે કે બ્રિટિશ નાગરિક હોવાને કારણે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

રાહુલ ગાંધીએ પોતાના સહયોગી સાથે બેકઓપ્સ લિમિટેડ નામની કંપનીનું 2003માં બ્રિટનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દસ્તાવેજોમાં રાહુલ ગાંધીને કંપનીના ડાયરેક્ટર અને સચિવ દર્શાવવાની સાથે તેમની જન્મતારીખ પણ નોંધાયેલી હતી. આ કંપની દ્વારા બ્રિટનમાં દાખલ વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક ગણાવ્યા હતા. આ કંપનીના રાહુલ ગાંધીએ 2009માં બંધ કરી દીધી હતી.

LEAVE YOUR COMMENT