in ,

શાળાના વિદ્યાર્થીઓ હવે ડિજીટલ ટેકનોલોજીની મદદથી ઘરે પણ મેળવશે શિક્ષણ

  • મોબાઈલ એપ્લિકેશનથી વિદ્યાર્થીઓને થશે ફાયદો
  • ધો-1થી 8 સુધીનાપાઠ્યપુસ્તકમાં QR કોડ મુકાશે
  • વીડિયો-ઓડિયોના માધ્યમથી શીખશે અઘરા પાઠ

અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલ મહિનાથી નવા શૈક્ષણિક વર્ષનો આરંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓને શાળાનું સત્ર શરૂ થતાની સાથે જ પાઠ્ય પુસ્તક મળી રહે તેવું આયોજન કરવા માટે પાઠ્યપુસ્તક મંડળને સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ઘરે બેઠા-બેઠા પણ ડિઝિટલ માધ્યમથી શિક્ષણ મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ઘરે પણ મોબાઈલ એપ્લિકેશનની મદદથી શિક્ષણ મેળવી શકશે. પાઠ્યપુસ્તકનો QR કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ ઘરે પણ અઘરા પાઠનો વીડિયો અને ઓડિયોના માધ્યમથી અભ્યાસ કરી શકશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ચાલુ વર્ષે ધો-6થી 8ના ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં ક્યુઆર કોડ અમલી કર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થીઓ ઘરે પણ અભ્યાસ કરી શકે તે માટે મોબાઈલ એપ્લિકેશન દીક્ષા પણ બનાવી છે. આ એપ્લિકેશનની મદદથી વિદ્યાર્થી પાઠ્યપુસ્તકનો ક્યુઆર કોડ સ્કેન કરીને ઘરે જ અભ્યાસ કરી શકે છે. અત્યારે દરરોજ લગભગ 12 હજાર જેટલા વાલીઓ 500 કલાકનું કન્ટેન્ટ પાઠ્યપુસ્તકના ક્યુઆર કોડને સ્કેન કરીને બાળકોને ભણાવે છે. હવે નવા શૈક્ષણિક સત્રથી ધો-1થી 8 સુધીના તમામ વિષયોમાં ક્યુઆર કોડ મુકવામાં આવશે. જેથી વાલીઓ મોબાઈલથી ક્યુઆર કોડ સ્કેન કરીને બાળકોને ઘરે જ અઘરા વિષય વીડિયોના માધ્યમથી શીખવાડી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદમાં ટ્રમ્પને આવકારવાની તૈયારીઓઃ ગ્રીન સ્પેસ ડેવલપ કરાશે

ચીનમાં એક એક ક્ષણે કોરોના વાયરસનો ખતરોઃ-માત્ર 24 કલાકની અંદર જ 143ના મોત