1. Home
  2. ગુજરાતી
  3. શેરબજારમાં સપ્તાહના પ્રારંભમાં જ 400 પોઇન્ટનો કડાકો
શેરબજારમાં સપ્તાહના પ્રારંભમાં જ 400 પોઇન્ટનો કડાકો

શેરબજારમાં સપ્તાહના પ્રારંભમાં જ 400 પોઇન્ટનો કડાકો

0

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. શેરબજારમાં શરૂઆતના જ ટ્રેડિંગ દરમિયાન 411.90 ના ઘટાડા બાદ સેન્સેક્સ હાલમાં 39101.49 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી તરફ નિફ્ટીમાં પણ 124 પોઇન્ટનો ઘટાડો થયો હતો અને હાલમાં નિફ્ટી 11687.20 ના સ્તરે ટ્રેડિંગ કરી રહ્યો છે.  

સેન્સેક્સની સાપ્તાહિક શરૂઆત

સેન્સેક્સ 250.45 પોઇન્ટના ઘટાડા સાથે 39262.94 ના સ્તરે ખૂલ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 85.60 અંકોના ઘટાડા સાથે 11725.60 ના સ્તરે ખૂલ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ 200 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. યસ બેંક, જૈન ઇરિગેશન, મદરસન સુમિ અને અપોલો ટાયર્સ જેવા પ્રમુખ કંપનીઓના શેર્સમાં 2 ટકાથી 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

યસ બેંકના શેર્સમાં ઉછાળો

બીજી તરફ યસ બેંકના શેર્સમાં ઉછાળો જોવા મળતા તે કારોબાર દરમિયાન 87ની સપાટીએ ખુલ્યા બાદ 5.96 ટકાની તેજી સાથે હાલમાં 93.40 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. શુક્રવારના રોજ યસ બેંકને શેર્સ 88.15 ની સપાટીએ બંધ રહ્યો હતો.

રૂપિયો 68.57ના સ્તરે

પ્રારભિંક કારોબાર દરમિયાન અમેરિકન ડોલરની સામે રૂપિયો 15 પૈસાના ઘટાડા સાથે 68.57 ના સ્તરે ખૂલ્યો હતો. અગાઉ શુક્રવારના રોજ રૂપિયો 68.42 પ્રતિ ડોલરના સ્તરે બંધ રહ્યો હતો.  

નોંધનીય છે કે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 394.67 પોઇન્ટના ઘટાડા સાથે 39,513.39 ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી પણ 135.60 પોઇન્ટના ઘટાડા બાદ 11811.20 ના સ્તરે બંધ રહ્યો હતો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.