1. Home
  2. ગુજરાતી
  3. હોકી પ્લેયર સંદીપ સિંહની બાયોપિક સિક્વલ બનશે
હોકી પ્લેયર સંદીપ સિંહની બાયોપિક સિક્વલ બનશે

હોકી પ્લેયર સંદીપ સિંહની બાયોપિક સિક્વલ બનશે

0
  • હોકી પ્લેયર સંદીપ સિંહે સોશીયલ મીડિયા પર આપી માહિતી
  • ફિલ્મ સુરમા હોકી પ્લેયર સંદીપ સિંહના જીવન પર આધારિત
  • ફિલ્મમાં સંદીપ સિંહની રાજકીય સફર જોવા મળશે

બોલિવુડમાં કોઈ પણ ફિલ્મની બાયોપિક બની હોઈ તો તે હિટ જ રહી છે. દરેક મોટી વ્યક્તિ પર ફિલ્મ બનાવવાની હરીફાઈ હોય છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બાયોપિકની સિક્વલ બનવા જઈ રહી છે. ફિલ્મ સુરમા વિશે જે હોકી પ્લેયર સંદીપ સિંહના જીવન પર આધારિત છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સુરમાની સિક્વલ બનાવવામાં આવશે.

હરિયાણાના રમત ગમત રાજ્યમંત્રી અને ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપસિંહે ખુદ સોશિયલ મીડિયા પર ઘોષણા કરી છે કે સુરમાની સિક્વલ બનવા જઇ રહી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હવે સંદીપ સિંહની રાજકીય સફર બતાવવામાં આવશે. ફિલ્મ સુરમાને એટલો પ્રેમ અને સફળતા મળી છે કે હવે અમે તેની આગળની જર્ની નક્કી કરવા જઈ રહ્યા છીએ. અમે સિંહ સુરમાની શરૂઆત તેના ભાઈ અને નિર્માતા દીપક સિંહ સાથે કરવા જઈ રહ્યા છીએ .તમારા આશીર્વાદ અને સપોર્ટની જરૂર છે.

આ પહેલા સંદીપસિંહે પણ ફિલ્મ સુરમાના બે વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે સોશીયલ મીડિયા પર પૂરી ટીમને સુંદર સફર માટે આભાર માન્યો હતો. સંદિપે લખ્યું હતું કે, ફિલ્મના બે વર્ષ પૂરા થવા પર બધાને અભિનંદન. દુનિયાભરમાં ફિલ્મને લઇ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે એક બીજી સરપ્રાઇઝની તૈયારી છે. સરપ્રાઈઝ એ છે કે સુરમાની સિક્વલ બનવા જઇ રહી છે.

ફિલ્મ સુરમામાં દિલજીતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે મોટા પડદા પર હોકી પ્લેયર સંદીપ સિંહનું પાત્ર જીવંત બનાવ્યું. હવે જ્યારે સંદીપ સિંહની રાજકીય સફર બતાવવામાં આવશે, ત્યારે એ જોવાનું રસપ્રદ બનશે કે ફિલ્મમાં તેની ભૂમિકામાં કયા એક્ટરને લેવામાં આવે છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.