1. Home
  2. Political
  3. ન્યૂઝીલેન્ડમાં મસ્જિદો પર હુમલાનો બદલો છે ઈસ્ટર પર શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ!
ન્યૂઝીલેન્ડમાં મસ્જિદો પર હુમલાનો બદલો છે ઈસ્ટર પર શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ!

ન્યૂઝીલેન્ડમાં મસ્જિદો પર હુમલાનો બદલો છે ઈસ્ટર પર શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ!

0

શ્રીલંકામાં ખ્રિસ્તીઓના પર્વ ઈસ્ટર પર આઠ વિસ્ફોટમાં 300 લોકોની હત્યાની આતંકી ઘટનાથી આખી દુનિયા ખળભળી ઉઠી છે. ભારતના ભૂતપૂર્વ રાજદ્વારી જી. પાર્થસારથિ માને છે કે આ વિસ્ફોટ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં કરવામાં આવેલી હત્યાઓનો બદલો લેવા માટે કરવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ એવા દેશની પસંદગી કરી છે કે જેમાં હુમલા બાબતે વિચારવું થોડું મુશ્કેલ હતું. જો કે આતંકવાદીએ એકસાથે આટલા ચર્ચો અને વિદેશી પર્યટકોને નિશાન બનાવવાનો મોકો બીજે ક્યાં ઠેકાણે મળી શકે તેમ હતો.

પાર્થસારથિએ કહ્યુ છે કે મોટી સંખ્યામાં શ્રીલંકન યુવાનો સીરિયા અથવા ઈરાક જઈને આતંકી સંગઠન આઈએસઆઈએસમાં સામેલ થયા અને તાલીમ લીધાના કોઈ પુરાવા મળ્યા નથી. શ્રીલંકામાં  હુમલાખોરોના નિશાને ખ્રિસ્તી સમુદાયના લોકો હતા. તેમણે વિસ્ફોટો માટે ઈસ્ટરના દિવસને પસંદ કર્યો, જ્યારે ચર્ચમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોય છે. સ્પષ્ટ છે કે હુમલાખોરો ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવાના ઈરાદે વિસ્ફોટોની ઘટનાને પાર પાડી હતી.

ભૂતપૂર્વ રાજદ્વારી જી. પાર્થસારથિનું કહેવું છે કે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા સંગઠનોમાં ઈસ્લામનો વિરોધ સતત વધી રહ્યો છે. બૌદ્ધ ધર્મને માનનારાઓમાં મ્યાંમાર અને થાઈલેન્ડમાં પણ ઈસ્લામને લઈને કંઈક આવો જ માહોલ છે. શ્રીલંકામાં હુમલાખોરોએ ચર્ચોની સાથે એવી હોટલોને પણ નિશાન બનાવી હતી કે જ્યાં ખ્રિસ્તી ધર્મના અનુયાયી સ્થાનિક લોકો સિવાય પશ્ચિમી દેશોના વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં રોકાયેલા હતા. આ માત્ર શ્રીલંકા પર જ નહી, આખી દુનિયાની શાંતિ ડહોળનારો હુમલો હતો.

પાર્થસારથિએ કહ્યુ છે કે હુમલાખોર ન્યૂઝીલેન્ડની જેમ ખ્રિસ્તીઓના ધર્મસ્થાનોને નિશાન બનાવી રહ્યા છે. ધ્યાન રહે કે બૌદ્ધ ધર્મમાં માનનારા ઘણાં દેશોમાં પહેલા પણ આવા હુમલા થઈ ચુક્યા છે, પરંતુ શ્રીલંકમાં હુમલાની ભીષણતાથી સ્પષ્ટ છે કે આમા કોઈ મોટા આતંકી સંગઠન સામેલ હતા. આપણે કહી શકીએ છીએ કે આતંકવાદીઓએ દુનિયાને સ્પષ્ટ અને મહત્વનો સંદેશો આપ્યો છે. શ્રીલંકાની સરકારે આવા દ્રષ્ટિકોણથી વિસ્ફોટની તપાસ કરવી જોઈએ.

LEAVE YOUR COMMENT