1. Home
  2. ગુજરાતી
  3. દિવાળીના તહેવારમાં મહેમાનોને પીરસો ઘંઉના લોટની ક્રિસ્પી ચકરી
દિવાળીના તહેવારમાં મહેમાનોને પીરસો ઘંઉના લોટની ક્રિસ્પી ચકરી

દિવાળીના તહેવારમાં મહેમાનોને પીરસો ઘંઉના લોટની ક્રિસ્પી ચકરી

0

સાહીન મુલતાની

  • સામગ્રી
  • તેલચકરી તળવા માટે
  • ઘઉંનો લોટ 500 ગ્રામ
  • અજમો-બે ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • હરદળ-અડધી ચમચી
  • લીલા મરચા લસણની પેસ્ટ-એક ચમચી
  • લાલ મરચાનો પાવડર-અડધી ચમચી
  • તલ-એક ચમચી
  • ચકરી પાડવાનો સંચો

જુઓ આજે ફરી એક રવિવાર આવીને ઊભો રહી ગયો,જોત જોતામાં દિવાળીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,ત્યારે ગૃહિણીઓ ઘરની સાફ સફાઈમાં વ્યસ્ત હશે જ,આ સાફ સફાઈ પુરી થતાની સાથે જ દરેક ગૃહિણીઓની ચિંતા શરુ થશે, કે હવે દિવાળીના તહેવારમાં આવતા મહેમાનો માટે શું બનાવીએ,તો આજે તમારી ચિંતાના જવાબમાં સરસમજાના નાસ્તાની રેસિપી લઈને આવ્યા છીએ. આજે આપણે આગળથી તૈયાર કરીને રાખી શકાય તેવી ઘઉના લોટની ક્રિસ્પી ચકરી બનાવતા શીખીશું,

સામાન્ય રીતે બજારમાં મળતી ચકરી મેદાની હોવાથી આપણે ઓછી પસંદ કરીએ છે, પણ જો આજ ચકરી ઘરમાં બને અને તે પણ ઘઉંના લોટની, તો કેવી મજા પડી જાય.તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ ક્રિસ્પી ચકરી.

રીતઃ– સો પ્રથમ ઘંઉના લોટને એક સફેદ કોટનના આછા કપડામાં બાંધી દો,ત્યાર બાદ આ બાંઘેલી લોટની પોટલીને ઢોકળીયામાં વરાળ પર બાદ 25-30 મિનિટ સુધી બાફીલો,બાફતા વખતે ધ્યાન રાખવું કે લોટમાં પાણી મીક્સ ન થાય, ત્યાર પછી લોટને ઠંડો પડવા દો,લોટ ઠંડો પડશે એટલે લોટના ગાંગળા થઈ ગયા હશે માટે તેને છુટો પાડો,જો વધુ કઠણ ગાંગળા હોય તો દસ્તા વડે તોડીને છૂટો પાડી લોટ ચારણીથી ચારી લો.

હવે લોટ ચરાય ગયા બાદ તેમાં મીઠૂં,હરદળ,લાલ મરચાનો પાવડર,લીલા મરચા-લસણની પેસ્ટ,તલ,અજમો નાંખીને બરાબર મીક્ષ કરો.ત્યાર બોદ રોટલીનો લોટ જે મુજબ બાંઘતા હોઈએ એજ રીતે બાંઘેલો લોટ તૈયાર કરો.લોટમાં તેલનું મોળ નાંખવાનું નથી એ ખાસ ઘ્યાન રાખવું

હવે ચકરી પાડવાના સંચામાં લોટનું પીંડુ મુકીને એક પેપર પર ચકરી પાડો,આવી રીતે બઘા જ લોટની ચકરી પાડી લો,ત્યાર બાદ એક કઢાઈમાં તેલ ગરમ થવા દો .તેલ ગરમ થયા બાદ તેમાં ચકરી નાંખીને તળીલો.તૈયાર છે તમારી ક્રિસ્પી ક્રિસ્પી ચકરી.

ધ્યાન રાખો કે જ્યારે તેલમાં ચકરી નાખો ત્યારે ગેસની આંચ વધુ રાખવી ત્યાર બાદ થોડી વાર પછી ગેસની આંચ ઘીમી કરવી,નહી તો ચકરી બરાબર તળાશે નહી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.