1. Home
  2. ગુજરાતી
  3. ટિકટોકના બેન થયા બાદ આ ભારતીય એપ્લિકેશનના લોકો થયા દિવાના
ટિકટોકના બેન થયા બાદ આ ભારતીય એપ્લિકેશનના લોકો થયા દિવાના

ટિકટોકના બેન થયા બાદ આ ભારતીય એપ્લિકેશનના લોકો થયા દિવાના

0
  • ટિકટોકના બેન થયા બાદ શેરચેટના લોકો થયા દિવાના
  • દર કલાકે 5 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ
  • એક જ દિવસમાં 1.5 કરોડને પાર
  • Android અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

સરકાર દ્વારા 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ ભારતના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટમાં મોટો ગ્રોથ જોવા મળ્યો છે. શેરચેટના પ્રવક્તાએ મીડિયા નિવેદનમાં પુષ્ટિ આપી છે કે 30 જૂને દિવસ દરમિયાન 5 લાખ લોકોએ તેને દર કલાકે ડાઉનલોડ કરી હતી, જે પછી તેની સંખ્યા માત્ર એક જ દિવસમાં 1.5 કરોડ પર પહોંચી ગઈ છે. શેરચેટે કહ્યું કે હાલમાં તે 6 કરોડ એક્ટિવ મંથલી યુઝર્સ ધરાવે છે, અને તે 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

એક ઇન્ટરવ્યુમાં શેરચેટના સહ-સ્થાપક અને સીઓઓ ફરીદ અહસાને જણાવ્યું હતું કે કોવિડ -19 મહામારીની શરૂઆત થઈ ત્યારથી પ્લેટફોર્મમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. આ સિવાય શેરચેટના જાહેર નીતિના ડિરેક્ટર બર્ગેસ માલુએ પણ કહ્યું હતું કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચીની એપ્લિકેશનોના પ્રતિબંધ પછી શેરચેટમાં સતત વધારો જોવા મળશે.

શેરચેટ કેવી રીતે કામ કરે છે?
શેરચેટ Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. યુઝર્સ આ અનુભવ ડાઉનલોડ ફેસબુક અને ટ્વિટર જેવા મેળવી શકે છે. તે ખાસ ભારતીયોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અન્ય લોકપ્રિય સોશિયલ મીડિયા એપની જેમ યુઝર્સ એપ્લિકેશનમાં સ્ટેટ્સ , ફોટા પોસ્ટ કરી શકે છે. તો સાથે તેઓ લોકોને ફોલો પણ કરી શકે છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.