1. Home
  2. Political
  3. ઝીણાવાળા નિવેદન પર શત્રુઘ્નસિંહાનું સ્પષ્ટીકરણ, કહ્યુ- “મારી જીભ લપસી ગઈ હતી”
ઝીણાવાળા નિવેદન પર શત્રુઘ્નસિંહાનું સ્પષ્ટીકરણ, કહ્યુ- “મારી જીભ લપસી ગઈ હતી”

ઝીણાવાળા નિવેદન પર શત્રુઘ્નસિંહાનું સ્પષ્ટીકરણ, કહ્યુ- “મારી જીભ લપસી ગઈ હતી”

0

નવી દિલ્હી: ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા ફિલ્મ અભિનેતા શત્રુઘ્નસિંહાએ મોહમ્મદ અલી ઝીણાવાળા નિવેદન પર સ્પષ્ટીકરણ આપતા કહ્યુ છે કે મારી જીભ લપસી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે શત્રુઘ્નસિંહાએ કહ્યુ હતુ કે ભારતની આઝાદી અને વિકાસમાં ઝીણાનું પણ યોગદાન છે. શત્રુઘ્નસિંહાએ શુક્રવારે છિંદવાડામાં કોંગ્રેસના ઉમેદવાર નકુલનાથનો પ્રચાર કરવા માટે આવ્યા હતા.

બિહારના પટનાસાહિબ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુઘ્નસિંહાએ ઝીણાવાળા નિવેદન પર કહ્યુ છે કે ગઈકાલે મે જે કહ્યુ, તે જીભ લપસી જવાને કારણે થયું. તેમણે કહ્યુ છે કે હું મૌલાના આઝાદ કહેવા માંગતો હતો, પરંતુ મોહમ્મદ અલી ઝીણા મોંઢામાંથી નીકળી ગયું. તેમણે કહ્યુ છે કે મને નિવેદન પર અફસોસ નથી, કારણ કે આ જીભ લપસી ગઈ હતી. તેમણે કહ્યુ કે નિયત તો સારી હતી.

મધ્યપ્રદેશના છિંદવાડામાં તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસ પરિવાર મહાત્મા ગાંધીથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ, મોહમ્મદ અલી ઝીણાથી લઈને જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધીથી લઈને રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી, આના પહેલા સુભાષચંદ્ર બોઝ, તેમની પાર્ટી છે. તેમનો દેશના વિકાસ, દેશની પ્રગતિમાં, દેશની આઝાદીમાં સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટું યોગદાન છે. એ કારણ છે કે હું અહીં આવ્યો છું અને પહેલા તથા છેલ્લીવાર કોંગ્રેસ પાર્ટીમાં આવી ગયો છું, તો પાછો વળીને ક્યાંય જઈશ નહીં. ભાજપ પર કટાક્ષ કરવાની સાથે પાર્ટી છોડવાની વાત પર શાયરાના અંદાજમાં શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે કંઈક તો મજબૂરીઓ રહી હશે, નહીંતર આમ કોઈ બેવફા થતું નથી.

શત્રુઘ્નસિંહાએ મુખ્યપ્રધાન કમલનાથ અને નકુલનાથની હાજરીમાં ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા અને કહ્યુ કે ભાજપ વન મેન શૉ એન્ડ ટુ મેન આરમી છે. દેશ અને પાર્ટી તેમના માટે કોઈ મહત્વ ધરાવતું નથી. તેમણે આગળ કહ્યુ છે કે મારો વિશ્વાસ છે કે વ્યક્તિથી મોટી પાર્ટી હોય છે, પાર્ટીથી મોટો દેશ હોય છે. પરંતુ ભાજપમાં ઉલ્ટુ જ થઈ રહ્યું છે. એક પછી એક આવા નિર્ણયો થયા, જેનાથી દેશના વિકાસમાં અડચણો ઉભી થઈ. નોટબંધી સમાપ્ત જ થઈ નથી કે અચાનક જીએસટીની ઘોષણા કરી દીધી. ઘણાં સંશોધન કર્યા. ભગવાનના મંદિરમાં પૂજાની થાળી લઈને ગુરુદ્વારાના લંગર પર પણ ટેક્સ લગાવવામાં આવ્યો.

LEAVE YOUR COMMENT