in ,

વાયુ વાવાઝોડાની સાઈડ ઈફેક્ટઃ ગુજરાતમાં ચોમાસુ ખેંચાવાની શકયતા

રાજકોટઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડુ ફંટાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમ છતા ભારે પવન સાથે વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તંત્રને સાબદુ રાખવામાં આવ્યું છે. દરમિયાન વાયુએ ભેજ શોષી લીધો હોવાથી નવી સિસ્ટમ બન્યા બાદ વરસાદ વરસે તેવી શકયતા છે. જેથી ગુજરાતમાં ચોમાસુ મોડુ બેસવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાયુએ આખા દેશનું મોસ્ચ્યુરાઈઝ (ભેજ) શોષી લીધું છે. જેના કારણે હવે નવી સિસ્ટમ જ્યારે બનશે ત્યારબાદ નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે. એટલે લગભગ 10થી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે વાવાઝોડાએ ચોમાસા માટેના જે ઉજળા સંજોગો ઉભા થયા હતા તેના પર પાણીઢોળ કરી દીધું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનોના કારણે પોરબંદરથી 200 કિલોમીટર દૂર વાવાઝોડું સ્થિર થઈ ગયું અને ધીમેધીમે ઓમાન તરફ પાછું ઠેલાવા લાગ્યું છે. આગામી 16 જૂન સુધીમાં ઓમાન તરફ જતા વાવાઝોડું સંપૂર્ણપણે વિખેરાઈ જશે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે જો ત્રાટક્યું હોત તો 3 થી 16 ઈંચ સુધીનો વરસાદ વરસવાની શક્યતાઓ પણ દર્શાવાઈ હતી.

વાયુ વાવાઝોડાની અસસરના પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ અમદાવાદ સહિતના શહેરો અને નગરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાયુની અસરથી રાજ્યના 114 તાલુકામાં વરસાદઃ બેના મોત

વેરાવળમાં દરિયો તોફાની બનતા જેટી રોડ પર પથ્થરોનો કાટમાળ ખડકી દીધો