in ,

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીના બનાવોમાં વધારોઃ દોઢ મહિનામાં 23 કિલો સોનુ ઝડપાયું

  • દાણચોરી અટકાવવા કસ્ટમ વિભાગ બન્યું સક્રીય
  • જાન્યુઆરીમાં 15 કિલો સોનુ પકડાયું હતું

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ શહેરના એરપોર્ટ ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી દાણચોરીના બનાવો વધ્યાં છે. બીજી તરફ દાણચોરોને ઝડપી લેવા માટે એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે કવાયત તેજ કરી છે. દરમિયાન 45 દિવસમાં કસ્ટમ વિભાગ દ્વારા રૂ. 9.66 કરોડની કિંમતના સોનાને ઝડપી લેવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટ ઉપર દાણચોરીના બનાવોમાં વધારો થતા દાણચોરોને ઝડપી લેવા માટે કસ્ટમ વિભાગ પણ સક્રીય બની છે. તેમજ એરપોર્ટના દરવાજા પાસે પણ મુસાફરો ઉપર નજીર રાખવામાં આવે છે. આ દરમિયાન શંકાસ્પદ હિચલાચના આધારે અટકાયત કરીને પૂછપરછ કરે છે. એટલું જ નહીં કસ્ટમના અધિકારીઓ મુસાફરના પાસપોર્ટ ઉપર પણ નજર રાખે છે. તેમજ છ મહિનામાં બે-ત્રણ વાર વિદેશ ગયો હોય તો તેની પૂછપરછ કરવામાં આવે છે. કસ્ટમ વિભાગ દ્વારા જાન્યુઆરી મહિનામાં 15 કિલો અને ફેબ્રુઆરીના 12 દિવસમાં 8 કિલો સોનુ અમદાવાદ એરપોર્ટ પરથી કેરિયરો પાસેથી ઝડપી લેવામાં આવ્યું છે. બે દિવસ પહેલા જ દુબઈથી આવેલા 3 પેસેન્જર પાસેથી 220 ગ્રામ સોનુ પકડાયું હતું. જ્યારે બેંગકોકથી આવેલા સાત જેટલા મુસાફરો પાસેથી 600 ગ્રામ સોનું પકડાયું હતું. આમ ફેબ્રુઆરી મહિનામાં કસ્ટમ વિભાગે 25 લોકોની અટકાયત કરીને 8 કિલો સોનુ જપ્ત કર્યું છે. એરપોર્ટ ઉપર દાણચોરીના બનાવો શોધી કાઢવા માટે કસ્ટમ વિભાગ તપાસ વધુ તેજ બનાવતા દાણચોરોમાં ફફડાટ ફેલાયો છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

AGR શું છે -જેના કારણે ટેલિકોમ કંપનીઓના બિઝનેસ પર આવ્યું છે સંકટ

અમદાવાદમાં ટ્રમ્પને આવકારવાની તૈયારીઓઃ ગ્રીન સ્પેસ ડેવલપ કરાશે