1. Home
  2. ગુજરાતી
  3. રાનુ મંડલની ડુપ્લિકેટનો સોંગ ગાતો વીડિયો થઈ રહ્યો છે વાયરલ, આબેહુબ રાનુ મંડલ
રાનુ મંડલની ડુપ્લિકેટનો સોંગ ગાતો વીડિયો થઈ રહ્યો છે વાયરલ, આબેહુબ રાનુ મંડલ

રાનુ મંડલની ડુપ્લિકેટનો સોંગ ગાતો વીડિયો થઈ રહ્યો છે વાયરલ, આબેહુબ રાનુ મંડલ

0

હાલ થોડા સમય પહેલા જ મશહુર સિંગર લતા મંગેશકરનું, એક પ્યાર કા નગમાં હે——સોંગ ગાયને ફેમસ બનેલી રાનુ મંડલની ચર્ચાએ સોશિયલ મીડિયામાં હંગામો મચાવ્યો હતો,જ્યા જોવો ત્યા રાનું મંડલનું સોંગ જોવા મળતું,ત્યાર બાદ રાનુંના અવાજથી પ્રભાવીત થઈને ફેમસ સિંગર હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મમાં તેને સોંગ ગાવાની ઓફર આપી હતી અને ત્યાર બાદ રાનુંનું સોંગ તેરી મેરી તેરી મેરી કહાની—-ખુબ જ વાયરલ થયું,જો કે હાલમાં જ રાનું મંડલ જેવી જ દેખાતી એક બીજી મહિલા રસ્તા ઉપર ગીત ગાતા જોવા મળી છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/B5K735JnvSZ/?utm_source=ig_web_copy_link

આ વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળતી મહિલા ગુહાવટીની છે,જે રાનું મંડલનું જ, તેરી મેરી કહાની—- સોંગ ગાતા વીડિયોમાં જોવા મળી છે,આ વીડિયોને રાનું મંડલના પેજ પર શૅર કરવામાં આવ્યો છે, મહિલાને લોકો રાનું મંડલ 2.0 કહી રહ્યા છે,તેનો દેખાવ આબેહુબ રાનુ મંડલ જેવો જ છે.ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શૅર કરતા એક યુવકે જણાવ્યું કે,મહિલા ગુહાવટીની રહેવાસી છે,જેનું શૂટીંગ તનમેય દેબેએ કર્યું છે,આ વીડિયો શૅર કરતા આ યુવકે લખ્યું છે કે,આ રાનુ મંડલ 2.0 છે.

આ મહિલાએ ગાયેલા સોંગની જો  વાત કરવામાં આવે તો, સંગીતની સ્કીલ તેનામાં જોવા નથી મળતી, પરંતુ તેનો દેખાવ આબેહુબ રાનુ મંડલ જેવો જ લાગે છે. બીજી તરફ રાનુ મંડલની જો વાત કરીએ તો,તાજેતરમાં તેને લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. થોડા સમય પહેલા કાનપુરમાં એક કાર્યક્રમમાં રાનુ મંડલ ઉપસ્થિત રહી હતી. જ્યાં તેણે ખુંબ જ  મેકઅપ કર્યો હતો. પરંતુ તેનો બનાવટી મેકઅપ વાળો ફોટો વાયરલ થવાને કારણે લોકોએ તેની ખુબ મજાક ઉડાવી છે. આ સિવાય પણ તેના ચાહકો સાથે સેલ્ફી પાડવાનો ઇન્કાર કરતા તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.