in , , ,

મોદીને પીએમ બનતા રોકવા માટે પરિણામ પહેલા સોનિયા ગાંધી સક્રિય, વિપક્ષી નેતાઓને ફોન કર્યા

લોકસભા ચૂંટણી 2019ના સાતમા તબક્કાના વોટિંગ પહેલા યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષી દળોને એકજૂટ કરવામાં લાગી ગયા છે. સોનિયા ગાંધીએ વિપક્ષી દેળોના મુખ્ય નેતાઓને ફોન કરીને કહ્યું છે કે 22, 23 અને 24 મેએ શું તેઓ દિલ્હીમાં રહેશે? આના મતલબ સાફ છે કે પરિણામ પહેલા જ સોનિયા ગાંધી વિપક્ષના નેતાઓની બેઠક માટે ખુદ પોતાના ખભા પર જવાબદારી લેતા આના માટેની કવાયતને તેજ કરી દીધી છે.

કોંગ્રેસ વિપક્ષોની બેઠક બોલાવે છે, તેવામાં એ સ્પષ્ટ સંદેશ આપવાની કોશિશ રહેશે કે ભલે વિપક્ષ ચૂંટણી પહેલાના ગઠબંધનનો ભાગ હોય નહીં, પરંતુ વિપક્ષ પરિણામો બાદ મોદીની સામે લડવા વધુ એકજૂટ છે. એક સંદેશ એ પણ આપવાનો હશે કે વિપક્ષા ગઠબંધનને ધ્યાનમાં રાખવામાં આવે અને કોઈ એક પક્ષના સ્થાને ગઠબંધનને જ સરકાર બનાવવાનો મોકો મળવો જોઈએ.

લોકસભાની ચૂંટણી હાલ પુરી થઈ નથી કે તેના પહેલા જ ગઠબંધનની પહેલ માટે વિપક્ષી દળોના નેતાઓએ કોશિશો શરૂ કરી દીધી છે. સરકાર બનાવવા માટે રાજકીય પક્ષો દ્વારા કમર કસવાની શરૂ થઈ ચુકી છે. માત્ર એનડીએ અને યુપીએ જ નહીં, પરંતુ ત્રીજા મોરચા દ્વારા પણ આવી રાજકીય કવાયત શરૂ થઈ ચુકી છે.

લોકસભા ચૂંટણીનું પરિણામ 23 મેના રોજ આવશે. તેવામાં જો આ ચૂંટણીમાં કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી નહીં મળે, તો દેશનું રાજકીય સમીકરણ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી બદલાઈ જશે. માટે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી સંપૂર્ણપણે સક્રિય થઈ ગયા છે. તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તે વખતે દિલ્હીમાં વિપક્ષી દળોની 21 મેના રોજ બેઠક કરવાની યોજના બનાવી છે.

સોનિયા ગાંધી પહેલા તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર લોકસભાની ચૂંટણીની રાજકીય નસને પારખતા ગઠબંધનની કવાયતમાં લાગી ગયા છે. આ કડીમાં તેમણે કેરળના મુખ્યપ્રધાન અને સીપીએમના નેતા પી. વિજયન સાથે મુલાકાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Balakot strikes, Indian Army to move air defence units closer to Pakistan border

Violence erupts at Amit Shah’s Road Show in West Bengal – BJP holds protest