1. Home
  2. ગુજરાતી
  3. સાઉથના સુપર સ્ટાર રજનીકાંતને IFFIમાં સમ્માનિત કરવામાં આવશે- ટ્વિટર પર આભાર માન્યો
સાઉથના સુપર સ્ટાર રજનીકાંતને IFFIમાં સમ્માનિત કરવામાં આવશે- ટ્વિટર પર આભાર માન્યો

સાઉથના સુપર સ્ટાર રજનીકાંતને IFFIમાં સમ્માનિત કરવામાં આવશે- ટ્વિટર પર આભાર માન્યો

0

સાઉથના સુપર સ્ટા તરીકે અનેક દશકથી ઊભરી આવેલા રજનીકાંતને 50મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2019ના ગોલ્ડન જુબિલી પ્રોગ્રામમાં સમ્માનિત કરવામાં આવશે,આ જાહેરાત થયા બાદ સુપર સ્ટારે ટ્વિટરના માધ્યમથી ભારત સરકારનો આભાર માન્યો હતો.

રજનીકાંતે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક મેસેજ શૅર કર્યો અને લખ્યું કે, “50મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ગોલ્ડન જુબિલીમાં આ સમ્માન માટે હું ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું” શનિવારના દિવસે માહિતી પ્રસારમ મંત્રી પ્રકાશ જાવડેકરે IFFIની ઘોષણા કરી હતી જેમાં રજનીકાંતને ગોલ્ડન જુબલી એવોર્ડના સ્પેશિયલ આઈકોનથી સમ્માનિત કરવામાં આવશે.

આ ફેસ્ટિવલ 20 થી 28 નવેમ્બર સુધી ગોવામાં આયોજીત કરવામાં આવશે,જેમાં જુદા જુદા દેશોમાં 250 ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવશે,પ્રકાશ જાવડેકરે કહ્યું કે,આ વર્ષે IFFIના ગોલ્ડન જુબિલી પ્રસંગે 50 મહિલા ફિલ્મ મેકર્સની 50 ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે,જેનો મુખ્ય ઘ્યેય સિનેમાં ક્ષેત્રમાં  મહિલોના મહ્ત્વના યોગદાનને લોકો સામે લાવવાનો હશો,આ વર્ષ રશિયા આ ફેસ્ટિવલનો સહયોગી દેશ બનશે.આ સમય દરમિયાન મૂવી ગાલામાં અમિતાભ બચ્ચનની 7-8 ફિલ્મોને શોકેસ કરવામાં આવશે.

સુપર સ્ટાર રજનીકાંતના વર્કની વાત કરવામાં આવે તો તેઓ ખુબજ જલ્દી ફિલ્મ ‘દરબાર’માં દર્શકોને જોવા મળશે,આ ફિલ્મમાં તેમણે પોલીસ ઓફિસરનો રોલ પ્લે કર્યો છે જે 15 જાન્યારી 2020 સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે.આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદૌસે કર્યું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.