in ,

રાજ્યમાં 28.24 લાખ હેકટરમાં વાવણીઃ મગફળી અને કપાસનું સૌથી વધારે વાવેતર

અમદાવાદ: દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થતા વાવણી લાયક વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે ખેડૂતો અષાઢી બીજના દિવસે પૂજા કરીને ચોમાસાની વાવણીની શરૂઆત કરે છે. જો કે, ચાલુ વર્ષે સતત વરસાદ વરસી રહ્યો હોવાથી વાવણી શરૂ કરી હતી. હાલ ખેડૂતો પૂરજોશમાં વાવણી કરી રહ્યાં છે. રાજ્યમાં કુલ વાવેતર વિસ્તારની સરખાણીમાં 33.32 ટકા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ રાજ્યમાં 28.24 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચુક્યું છે. રાજ્યમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર 84, 76,895 હેક્ટર છે. રાજ્યમાં ખરીફ વાવેતરમાં ડાંગર, બાજરી, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડધ, મગફળી,તલ, દિવેલા. સોયાબીન, કપાસ, તમાકુ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું છે. સૌથી વધારે વાવેતર મગફળી અને કપાસનું થયું છે.

આંકડાકીય વિગતો પ્રમાણે, ગયા વર્ષે 1 જુલાઇની સ્થિતિએ માત્ર 8.63 લાખ હેક્ટર વિસ્તારમાં જ વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે 28.24 લાખ હેકટરમાં વાવેતર થયું છે. આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થવાની આશા છે. આ ઉપરાંત સરકારે પણ નર્મદાનું પાણી કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે છોડવાની જાહેરાત કરી છે. જેના પગલે ચાલુ વર્ષે વાવેતર વધવાની શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચોમાસામાં એરપોર્ટ પર ફ્લાઈટ સ્લીપની ઘટના અટકવા એડવાઈઝરી જાહેર કરાઈ

દિલ્હીના હૌજ કાજી વિસ્તારમાં મંદીરમાં તોડફોડ અને મૂર્તિ ખંડીત ધટનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ એક્શનમાં