1. Home
  2. Political
  3. અમને અલી જોઈએ, બજરંગબલી જોઈએ, પણ અનારકલી નહીં: અબ્દુલ્લા આઝમ ખાન
અમને અલી જોઈએ, બજરંગબલી જોઈએ, પણ અનારકલી નહીં: અબ્દુલ્લા આઝમ ખાન

અમને અલી જોઈએ, બજરંગબલી જોઈએ, પણ અનારકલી નહીં: અબ્દુલ્લા આઝમ ખાન

0

રામપુર/નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુર બેઠક પરથી ઉમેદવાર આઝમખાન બાદ તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને પણ વિવાદીત ટીપ્પણી કરી છે. તેમણે જયાપ્રદાનું નામ લીધા વગર રામપુર ખાતેની રેલીમાં કહ્યુ છે કે અમારે અલી પણ જોઈએ, બજરંગબલી પણ જોઈએ. પરંતુ અનારકલી જોતી નથી.

લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે થવાનું છે અને તેના 48 કલાક પહેલા આ બેઠકો પર પ્રચાર અભિયાન થંભી ગયું હતું. પ્રચાર અભિયાન દરમિયાન આઝમખાને આખરી જાહેરસભા રામપુરના પાન દરીબેમાં કરી હતી. અહીં આઝમખાનની સાથે તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને પણ જાહેરસભાને સંબોધિત કરી હતી.

અબ્દુલ્લા આઝમ ખાને યોગી આદિત્યનાથના અલી અને બજરંગબલીના નિવેદનને ટાંકીને કહ્યુ હતુ કે અલી પણ અમારા છે, બજરંગબલી પણ અમારા છે. અમારે અલી પણ જોઈએ, બજરંગબલી પણ જોઈએ, પરંતુ અનારકલી નથી જોઈતી.

અબ્દુલ્લા આઝમખાનની ટીપ્પણીને રામપુરના ભાજપના ઉમેદવાર જયાપ્રદાના સંદર્ભે જોવામાં આવે છે. માનવામાં આવે છે કે આઝમખાનના પુત્રએ જયાપ્રદાનું નામ લીધા વગર તેમના ઉપર નિશાન સાધ્યું છે. 23 એપ્રિલે રામપુરમાં વોટિંગ થવાનું છે. આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા સતત ભાજપને નિશાન બનાવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT