1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડકપ 2019 – ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ – વરસાદ બાદ આજે ફરી મુકાબલો, ન્યૂઝીલેન્ડ 46 ઓવરથી આગળ રમશે
વર્લ્ડકપ 2019 – ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ – વરસાદ બાદ આજે ફરી મુકાબલો, ન્યૂઝીલેન્ડ 46 ઓવરથી આગળ રમશે

વર્લ્ડકપ 2019 – ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ – વરસાદ બાદ આજે ફરી મુકાબલો, ન્યૂઝીલેન્ડ 46 ઓવરથી આગળ રમશે

0

વર્લ્ડકપ 2019 ની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમીફાઇનલ મેચ ગઇકાલે વરસાદના વિધ્નને કારણે અટકી હતી. વરસાદ શરૂ થયા પહેલા ન્યૂઝીલેન્ડે અગાઉ 46 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન કર્યા હતા. રોસ ટેલર 85 બોલમાં 67 રન તેમજ ટોમ લેથમ 4 બોલમાં 3 રને રમી રહ્યા છે. 46 ઓવર બાદ વરસાદને વિધ્નને કારણે મેચને પડતો મુકાયો હતો. આ જ કારણોસર મેચ રિઝર્વ ડેમાં મુલતવી રખાયો હતો.

જો કે આજે ફરીથી મેચ જ્યાંથી અટકી છે ત્યાંથી જ રમાશે. તેથી આજે ફરીથી ટોસ થવાની કે ન્યૂઝીલેન્ડની ટીમ ફરીથી 50 ઓવર રમે તેવી શક્યતા નહીવત્ છે. માન્ચેસ્ટરમાં આજે ભારતીય ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા છે. વેધર રિપોર્ટ દરમિયાન આજે સંપૂર્ણ દિવસ દરમિયાન માન્ચેસ્ટરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને અંશત: વરસાદની શક્યતા સેવાઇ રહી છે પરંતુ તેમ છતાં ભારતીય ટીમને પૂરી 50 ઓવર રમવાની તક મળશે. તેથી ડકવર્થ લુઇસના નિયમથી મેચનો નિર્ણય લેવાય તેવી શક્યતા ખૂબ જ ઓછી દેખાઇ રહી છે.

બન્ને ટીમ
ભારત: વિરાટ કોહલી (સૂકાની), જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, ઋષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, કુલદીપ યાદવ.

ન્યૂઝીલેન્ડ: કેન વિલિમયસન (સૂકાની), રોસ ટેલર, ટોમ બ્લંડેલ, ટ્રેંટ બોલ્ટ, કોલિન ડી ગ્રૈંડહોમ, લોકી ફર્ગ્યૂસન, માર્ટિન ગુપ્ટિલ, મૈટ હેનરી, ટોમ લાથમ, કોલિન મુનરો, જેમ્સ નીશન, હેનરી નિકોલસ, મિશેન સૈંટનર, ઇશ સોઢી, ટિમ સાઉદી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.