1. Home
  2. ગુજરાતી
  3. IND vs WI: વર્લ્ડ કપમાં હાર બાદ પહેલી વાર જીત માટે ઉતરશે ટીમ ઇન્ડિયા
IND vs WI: વર્લ્ડ કપમાં હાર બાદ પહેલી વાર જીત માટે ઉતરશે ટીમ ઇન્ડિયા

IND vs WI: વર્લ્ડ કપમાં હાર બાદ પહેલી વાર જીત માટે ઉતરશે ટીમ ઇન્ડિયા

0

આઇસીસી વર્લ્ડ કપ-2019 માં મળેલી નિરાશા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષે થનારા ટી-20 વર્લ્ડ કપની તૈયારીની શરૂઆત વેસ્ટ ઇન્ડિઝ સામે ટી-20 મેચ સાથે કરશે. ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે કુલ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. શનિવારે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવોર્ડ રિજનલ સ્ટેડિયમમાં પહેલો ટી-20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બન્ને વચ્ચે અત્યારસુધી 11 ટી-20 મેચ રમાયા છે. જેમાંથી ભારત 5 મેચ જીત્યું છે, વેસ્ટ ઇન્ડિઝ પણ એટલા જ મેચમાં જીત્યું છે.

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર જતા પહેલા ભારતના સૂકાની વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે 2020 અને 2021 માં થનારા વર્લ્ડ કપ ટી-20 એ સુનિશ્વિત કર્યું છે કે ખેલાડીઓ પાસે કઇને કઇ રમવા માટે હોવું જોઇએ, તેથી જ ત્રણ મેચની આ શ્રેણીમાં યુવા ખેલાડીઓને તેના કૌશલ્યનું પ્રદર્શન કરવાની તક પ્રાપ્ત થશે.

આ શ્રેણીમાં મનીષ પાંડે, શ્રેયસ અય્યર અને ખલીલ અહમદ 50 ઓવરની વિશ્વકપમાં નહોતા રમી શક્યા, પરંતુ આ શ્રેણીમાં તેની મહત્વની ભૂમિકા રહેશે. આ ત્રણેય ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્વ શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેઓ બહેતર પ્રદર્શન કરીને પસંદગીકારોની નજરમાં આવવા માટે પ્રયત્ન કરશે.

આ શ્રેણી મારફતે રાહુલ ચાહર અને નવદીપ સૈની પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાપર્ણ કરશે, કારણ કે સીનિયર બોલરોને આરામ અપાયો છે. વેસ્ટ ઇન્ડિઝ માટે પસંદ કરાયેલી ટીમમાં ભુવનેશ્વર કુમાર એકમાત્ર વરિષ્ઠ બોલર છે.

રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરે તેવી સંભાવના છે. જો મેનેજમેન્ટ કોહલી પછી અય્યરને તક નહીં આપે તો તેના સ્થાને લોકેશ રાહુલની સ્થાન પાક્કુ ગણાઇ રહ્યું છે. ત્યારબાદ વિકેટકીપર ઋષભ પંત બેટિંગ માટે ઉતરશે.

બન્ને ટીમ
ભારત – વિરાટ કોહલી (સૂકાની), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, રાહુલ ચાહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચાહર, નવદીપ સૈની.

વેસ્ટ ઇન્ડિઝ – જૉન કૈંપબેલ, ઇવિન લુઇસ, શિમરોન હેટમેયર, નિકોલસ પૂરન, કીરોન પોલાર્ડ, રોવમૈન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ, કીમો પૉલ, સુનીલ નરેન, શેલ્ડ કૉટરેલ, ઓશેન થૉમસ, એંથની બ્રામ્બલે, જેસન મોહમ્મદ, ખારે પિયરે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.