1. Home
  2. ગુજરાતી
  3. એશિયન ચેમ્પિયનશિપ: ભારતનો ડંકો, મહિલા પહેલવાન દિવ્યા કાકરાને જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ચેમ્પિયનશિપ: ભારતનો ડંકો, મહિલા પહેલવાન દિવ્યા કાકરાને જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન ચેમ્પિયનશિપ: ભારતનો ડંકો, મહિલા પહેલવાન દિવ્યા કાકરાને જીત્યો ગોલ્ડ મેડલ

0

સ્પોર્ટ્સમાં ભારતે ફરી ડંકો વગાડ્યો છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી એશિયન રેશલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પહેલવાન દિવ્યા કાકારાને ગોલ્ડ મેડલ જીત્યું છે. આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી તે બીજી ભારતીય મહિલા પહેલવાન બની ચૂકી છે. દિવ્યા કાકરાને તેમના દરેક પ્રતિસ્પર્ધીઓને મ્હાત આપી હતી.  

દિવ્યાએ શાનદાર પ્રદર્શન કરતા પાંચ પહેલવાનોના 68 કિગ્રા વર્ગના ચારેય મુકાબલા જીત્યા હતા. જણાવી દઇએ કે અગાઉ નવજોત કૌર એશિયન ચેમ્પિયશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય પહેલવાન બની હતી. નવજોત કૌરે વર્ષ 2018માં કિર્ગિસ્તાનના બિશકેકમાં 65 કિગ્રા કેટેગરીમાં આ ખિતાબ હાંસલ કર્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.