1. Home
  2. ગુજરાતી
  3. IPL 2020: BCCIએ જાહેર કર્યું શેડ્યુલ, પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ-ચેન્નાઇ સુપરકિંગ્સ ટકરાશે
IPL 2020: BCCIએ જાહેર કર્યું શેડ્યુલ, પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ-ચેન્નાઇ સુપરકિંગ્સ ટકરાશે

IPL 2020: BCCIએ જાહેર કર્યું શેડ્યુલ, પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ-ચેન્નાઇ સુપરકિંગ્સ ટકરાશે

0
  • BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ના શેડ્યુલની કરી જાહેરાત
  • 29 માર્ચ 2020થી 24 મે 2020 સુધી ચાલશે આઇપીએલ 2020
  • ટૂર્નામેન્ટ 57 દિવસ ચાલશે, માત્ર છ મેચ બપોરના સમયે રમાશે

જેની ક્રિકેટ રસિકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા એ ક્ષણ હવે આવી ચૂકી છે. BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 માટેના શેડ્યુલની જાહેરાત કરી છે. શેડ્યુલ પ્રમાણે પહેલી મેચ 29 માર્ચ 2020ના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 24 મે 2020ના રોજ રમાશે.

અહીંયા વાંચો સમગ્ર આઇપીએલ સીઝન 2020નું શેડ્યુલ

નોંધનીય છે કે સમગ્ર સીઝન દરમિયાન માત્ર 6 મેચ બપોરના સમયે રમાશે, ટૂર્નામેન્ટ 57 દિવસ ચાલશે. જો કે આ વખતે BCCIએ આ સીઝનમાં ડબલ હેડર (એક દિવસે બે મેચ)ની સંખ્યા ઘટાડી છે. આ વખતે માત્ર રવિવારે જ બે મેચ રમાશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.