1. Home
  2. ગુજરાતી
  3. ટી 20 વર્લ્ડ કપને બદલે હવે ઑક્ટોબરમાં આયોજીત થશે IPL ટૂર્નામેન્ટ
ટી 20 વર્લ્ડ કપને બદલે હવે ઑક્ટોબરમાં આયોજીત થશે IPL ટૂર્નામેન્ટ

ટી 20 વર્લ્ડ કપને બદલે હવે ઑક્ટોબરમાં આયોજીત થશે IPL ટૂર્નામેન્ટ

0
  • કોરોના વાયરસને કારણે સ્પોર્ટ્સની મોટા ભાગની ટૂર્નામેન્ટ સ્થગિત
  • આ વર્ષે ટી-20 વર્લ્ડકપની જગ્યાએ IPLનું આયોજન કરાશે
  • 18 ઑક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે IPL રમાઇ તેવી શક્યતા

કોરોના વાયરસને કારણે સ્પોર્ટ્સની મોટા ભાગની ટૂર્નામેન્ટ સ્થગિત થઇ ચૂકી છે અથવા તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને ક્રિકેટની વાપસીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં આવતા મહિને 6 જૂનથી ડાર્વિન તથા જીલ્લા ક્રિકેટ પ્રતિયોગિતા ટી20 ટૂર્નામેન્ટની સાથે લૉકડાઉન બાદ પ્રથમવાર પ્રતિસ્પર્ધા ક્રિકેટ રમવામાં આવશે. બીજી તરફ, પાકિસ્તાન ટીમ પણ જુલાઇમાં ઇંગ્લેન્ડના પ્રવાસનું આયોજન કરી રહી છે.

જો ક્રિકેટની ટૂર્નામેન્ટનું ફરીથી આયોજન કરવામાં આવે તો પણ તેમાં નિયમોમાં ફેરફાર જોવા મળશે. કોરોનાની મહામારીને કારણે બીજી તરફ આઇસીસી આ વર્ષે ઓસ્ટ્રેલિયાની મેજબાનીમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપને સ્થગિત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વર્ષે ટી 20 વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવશે જો કે ટી 20 વર્લ્ડ કપને બદલે ઑક્ટોબર-નવેમ્બરના સમયગાળામાં ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થવાની સંભાવના છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ટી20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે 18 ઑક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે થવાનું છે.

(સંકેત)LEAVE YOUR COMMENT

Your email address will not be published.