1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતના રવીન્દ્ર જાડેજા અને હરમીત દેસાઇને અર્જુન એવોર્ડ, વાંચો અન્ય ખેલાડીઓની યાદી
ગુજરાતના રવીન્દ્ર જાડેજા અને હરમીત દેસાઇને અર્જુન એવોર્ડ, વાંચો અન્ય ખેલાડીઓની યાદી

ગુજરાતના રવીન્દ્ર જાડેજા અને હરમીત દેસાઇને અર્જુન એવોર્ડ, વાંચો અન્ય ખેલાડીઓની યાદી

0
  • ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો ખેલ પુરસ્કાર સમારોહ
  • 19માંથી 14 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા
  • ગુજરાતના હરમીત દેસાઇ અને રવિન્દ્ર જાડેજાને પણ અર્જુન એવોર્ડ

ગુરુવારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવાયો હતો. મોદી સરકારના ફિટ ઇન્ડિયા અભિયાન ઉપરાંત દેશના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને તેના ખેલમાં અભૂતપૂર્વ સિદ્વિ અને યોગદાન બદલ અર્જુન રાજીવ ગાંધી ખેલરત્ન, દ્રોણાચાર્ય પુરસ્કાર, અર્જુન એવોર્ડ સહિતના પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમાં ગુજરાતના રવિન્દ્ર જાડેજા (ક્રિકેટર) અને હરમીત દેસાઇને (ટેબલ ટેનિસ ખેલાડી) પણ અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા છે.

દીપા મલિકને પણ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ એનાયત કરાયો

દિલ્હીમાં યોજાયેલા પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દેશના 19માંથી 14 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત દીપા મલિકને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. દીપા મલિકે 58 રાષ્ટ્રીય અને 23 આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે.

તે ઉપરાંત ગુજરાતના હરમીત દેસાઇને પણ ટેબિલ ટેનિસની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે રાષ્ટ્રપતિના હાથે ટ્રોફી અને રૂ.5 લાખનો પુરસ્કાર એનાયત કરાયો હતો.

એવોર્ડ સમારોહમાં 5 કોચને દ્રોણાચાર્ય અને 5ને ધ્યાનચંદ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાશે. આ સાથે તેનજીંગ નોંગે સાહસ પુરસ્કાર, ખેલ પ્રોત્સાહન પુરસ્કાર અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી પણ એનાયત કરાઇ હતી. દીપા મલિક ખેલરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા પેરા એથ્લિટ બની. રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારમાં દીપા મલિકને પદક, પ્રશસ્તિ પત્ર અને સાડા સાત લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. અર્જુન, દ્રોણાચાર્ય અને ધ્યાનચંદ એવોર્ડ વિજેતાઓને પ્રતિમા, સર્ટિફિકેટ અને 5-5 લાખના રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા.

અહીંયા વાંચો પુરસ્કાર મેળવનારા ખેલાડીઓની યાદી

• અર્જુન એવોર્ડ (લાઇફ ટાઇમ) – તેજિંદર પાલ સિંહ તૂર (એથ્લેટિક્સ), મોહમ્મદ અનસ યહિયા (એથ્લેટિક્સ), એસ. ભાસ્કરન (બોડીબિલ્ડિંગ), સોનિયા લાથર (બોક્સિંગ), રવીન્દ્ર જાડેજા (ક્રિકેટ), ચિંગલેનસના સિંહ (હોકી), અજય ઠાકુર (કબડ્ડી), ગૌરવ સિંહ ગિલ (મોટર સ્પોર્ટ્સ), પ્રમોદ ભગત (પેરા સ્પોર્ટ્સ બેડમિન્ટન), અંજુમ મુદગિલ (શૂટિંગ), હરમીત દેસાઈ (ટેબલ ટેનિસ), પૂજા ઢાંડા (રેસલિંગ), ફવાદ મિર્ઝા (હોર્સરાઈડીંગ), ગુરપ્રિત સિંહ સંધુ (ફૂટબોલ), સ્વપ્ના બર્મન (એથ્લેટિક્સ), સુંદર સિંહ ગુર્જર (પેરા એથ્લેટિક્સ), બીસાઈ પ્રણીત (બેડમિન્ટન), સિમરન સિંહ શેરગિલ (પોલો).

• દ્રોણાચાર્ય એવોર્ડ (નિયમિત): વિમલ કુમાર (બેડમિન્ટન), સંદીપ ગુપ્તા (ટેબલ ટેનિસ) અને મોહિન્દર સિંહ ઢિલ્લોં (એથ્લેટિક્સ).

• દ્રોણાચાર્ય એવોર્ડ (લાઈફ ટાઈમ): મરજબાન પટેલ (હોકી), રામબીર સિંહ ખોખર (કબડ્ડી),સંજય ભારદ્વાજ (ક્રિકેટ).

• રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન એવોર્ડ: ગગન નારંગ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન અને ગો સ્પોર્ટ્સ-રૉયલસીમા વિકાસ ટ્રસ્ટ. મોલાના અબુલ કલામ આઝાદ (માકા) ટ્રોફી: પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ.

• ધ્યાનચંદ એવોર્ડ: મેનુઅલ ફ્રેડરિક્સ (હોકી), અરૂપ બસાક (ટેબલ ટેનિસ), મનોજ કુમાર (રેસલિંગ), નીતિન કીર્તને (ટેનિસ), સી લાલરેમસાંગા (તીરંદાજી).

• રાજીવ ગાંધી ખેલરત્ન: બજરંગ પુનિયા (કુશ્તી) અને દીપા મલિક (પેરા એથ્લેટિક્સ) અને દીપા મલિક (પેરા એથ્લેટિક્સ).

LEAVE YOUR COMMENT

Your email address will not be published.