1. Home
  2. ગુજરાતી
  3. ICC રેન્કિગ: ટેસ્ટમાં કોહલી નંબર 1, બોલરોમાં બુમરાહ છઠ્ઠા સ્થાને, વાંચો સમગ્ર યાદી
ICC રેન્કિગ: ટેસ્ટમાં કોહલી નંબર 1, બોલરોમાં બુમરાહ છઠ્ઠા સ્થાને, વાંચો સમગ્ર યાદી

ICC રેન્કિગ: ટેસ્ટમાં કોહલી નંબર 1, બોલરોમાં બુમરાહ છઠ્ઠા સ્થાને, વાંચો સમગ્ર યાદી

0
  • કોહલી ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથથી 17 અંક આગળ
  • ચેતેશ્વર પુજારા ચોથા ક્રમાંક પર યથાવત્
  • ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત 360 અંક સાથે ટોચ પર

ભારતીય સૂકાની વિરાટ કોહલી આ વર્ષનો અંત ટેસ્ટ રેન્કિગમાં ટોચના બેટ્સમેન તરીકે કરશે. જ્યારે અજિંક્ય રહાણે ICCના તાજેતરના રેન્કિગમાં એક ક્રમાંકની પીછેહટ સાથે સાતમાં સ્થાન પર સરક્યો છે. કોહલીના 928 રેટિંગ અંક છે જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિતથી 17 અંક આગળ છે. ન્યૂઝીલેન્ડના સૂકાની કેન વિલિયમસન 864 રેટિંગ અંક સાથે ત્રીજા ક્રમાંકે છે.

ચેતેશ્વર પુજારા 791 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે, જો કે રહાણે સાતમાં સ્થાન પર સરકી ગયો છે. તેનું સ્થાન પાકિસ્તાનના બાબર આઝમે લીધું છે. આઝમ એ શ્રીલંકા વિરુદ્વ કરાચીમાં બીજા ટેસ્ટ મેચમાં અણનમ શતક અને 60 રન બનાવ્યા હતા. તેથી તેઓ છઠ્ઠા સ્થાને પહોંચી ચૂક્યા છે. આ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેન્કિગ છે.

ભારત તરફથી ટોચના 20 અન્ય બેટ્સમેનોમાં મયંક અગ્રવાલ 12માં તેમજ રોહિત શર્મા 15માં સ્થાને સામેલ છે. બોલરોમાં જસપ્રીત બુમરાહ છઠ્ઠા ક્રમાંક પર અકબંધ છે. બોલરોના રેન્કિગમાં ઑસ્ટ્રેલિયાના પેટ કમિન્સ ટોચ પર છે.

ટેસ્ટ ઑલરાઉન્ડરોની સૂચિમાં રવિન્દ્ર જાડેજા વેસ્ટ ઇન્ડિઝના જેસન હોલ્ડર બાદ બીજા સ્થાને છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત 360 અંક સાથે ટોચ પર છે. ત્યારબાદ ઑસ્ટ્રેલિયા (216), પાકિસ્તાન (80), શ્રીલંકા (80), ન્યૂઝીલેન્ડ (60) અને ઇંગ્લેન્ડ (56) નો નંબર આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.