1. Home
  2. ગુજરાતી
  3. વિદેશની ધરતી પર ભારતીય ટીમનો ડંકો: ટી20 સિરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડનો 5-0થી વ્હાઇટવોશ કર્યો
વિદેશની ધરતી પર ભારતીય ટીમનો ડંકો: ટી20 સિરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડનો 5-0થી વ્હાઇટવોશ કર્યો

વિદેશની ધરતી પર ભારતીય ટીમનો ડંકો: ટી20 સિરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડનો 5-0થી વ્હાઇટવોશ કર્યો

0
  • અંતિમ ટી20માં ભારતનો કિવીઝ સામે 7 રને વિજય
  • ભારત સૌ પ્રથમ વખત પાંચ મેચની સિરીઝ જત્યું
  • બુમરાહે ચાર ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી, મેન ઑફ ધ મેચ જાહેર

ભારતીય ક્રિકેટ ટીમે વિદેશની ધરતી પર ફરી એકવાર ડંકો વગાડ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ T20 મેચ સાત રને જીતીને ટી20 સીરિઝમાં કિવીઝનો 5-0થી વ્હાઇટવોશ કર્યો છે. ભારતે સૌપ્રથમ વખત પાંચ મેચની ટી20 સિરીઝમાં કોઇ ટીમનો વ્હાઇટવોશ કર્યો છે.

મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઑવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 163 રન ફટકાર્યા હતા. મેચ દરમિયાન રોહિત શર્માએ 60 રન તેમજ કે એલ રાહુલએ 45 રન ફટકાર્યા હતા. સંજુ સેમસન અને કે એલ રાહુલે ઓપનિંગ કરી હતી. જો કે સંજુ સેમસન માત્ર 2 રનમાં આઉટ થયો હતો. જો કે ત્યારબાદ રોહિત શર્માએ 41 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 60 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે પણ 33 રનની ઇનિંગ રમી હતી.

ભારતના 163 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવીઝ ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી અને સાત રનના સ્કોર પર જ ગુપ્ટિલની વિકેટ ગુમાવી હતી. ગુપ્ટિલ માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. જો કે બાદમાં રોસ ટેલર અને સાઇફર્ટ આક્રમક ઇનિંગ રમતા અડધી સદી ફટકારી હતી પરંતુ ભારતીય બોલર્સની સામે ન્યૂઝીલેન્ડ ટીમ 20 ઑવરમાં 159/9 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમ તરફથી જસપ્રિત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી અને મેન ઑફ ધ મેચ પણ જાહેર થયો હતો. નવદીપ સૈની તેમજ શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ ઝડપી હતી.

આ મેચમાં જો કે સૂકાની વિરાટ કોહલીને આરામ આપવામાં આવતા રોહિત શર્માને સુકાની બનાવાયો હતો પરંતુ તે પણ ઇજાગ્રસ્ત થતા બાદમાં કે એલ રાહુલ એ ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. આ મેચમાં જબરદસ્ત પરફોર્મન્સના સહારે ભારતે પાંચ મેચની સિરીઝમાં 5-0 સાથે કિવીઝનો વ્હાઇટવોશ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.