1. Home
  2. ગુજરાતી
  3. ભારત-સાઉથ આફ્રિકા પ્રથમ ટેસ્ટ મેચ: ભારતે પ્રથમ દિવસના અંતે વિના વિકેટે 202 રન કર્યા
ભારત-સાઉથ આફ્રિકા પ્રથમ ટેસ્ટ મેચ: ભારતે પ્રથમ દિવસના અંતે વિના વિકેટે 202 રન કર્યા

ભારત-સાઉથ આફ્રિકા પ્રથમ ટેસ્ટ મેચ: ભારતે પ્રથમ દિવસના અંતે વિના વિકેટે 202 રન કર્યા

0

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ટૉસ જીતીને પહેલી બેટિંગ કરતા ભારતીય ટીમે 59 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવીને 202 રન કર્યા છે. રોહિત શર્મા (115 રન) તેમજ મયંક અગ્રવાલ (84 રન) સાથે ક્રીઝ પર છે.

રોહિત શર્માએ જોરદાર ઓપનિંગ કરતા ટેસ્ટમાં પહેલી શતક ફટકારી છે. રોહિતે 154 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાના સહારે સદી ફટકારી છે.

રોહિતે પોતાના કરિયરની ચોથી સદી ફટકારી છે. તે ઉપરાંત રોહિત; શિખર ધવન, લોકેશ રાહુલ અને પૃથ્વી શો પછી ઓપનિંગ કરતાં પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો ઓપનર બન્યો છે.
ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

દક્ષિણ આફ્રિકા વિરુદ્વની ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં ભારતીય સૂકાની વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્વ ટોસ જીતીને બેટિંગ લીધી છે. બંને ટીમ ભારતમાં 2015 પછી એકબીજા સામે રમી રહી છે, છેલ્લી ટેસ્ટમાં દિલ્હી ખાતે ભારતે 337 રને મેચ જીતી હતી.

ભારતની ટીમ: વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપક્પ્તાન), રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, મયંક અગ્રવાલ,રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી

દક્ષિણ આફ્રિકાની ટીમ: ડીન એલ્ગર, એડન માર્કરામ, થ્યુનિસ દ બ્રુયિન, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, ડેન પિડ્ટ અને કગીસો રબાડા

LEAVE YOUR COMMENT

Your email address will not be published.