1. Home
  2. ગુજરાતી
  3. એશિયા કપ રદ્દ કરવાને લઇને પાકિસ્તાનની ઉગ્ર પ્રતિક્રિયા, BCCIને નિર્ણય કરવાનો હક નથી
એશિયા કપ રદ્દ કરવાને લઇને પાકિસ્તાનની ઉગ્ર પ્રતિક્રિયા, BCCIને નિર્ણય કરવાનો હક નથી

એશિયા કપ રદ્દ કરવાને લઇને પાકિસ્તાનની ઉગ્ર પ્રતિક્રિયા, BCCIને નિર્ણય કરવાનો હક નથી

0
  • BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ કરવાની કરી જાહેરાત
  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભડક્યું, સૌરવ ગાંગુલીના નિવેદનમાં કોઇ વજન નથી
  • આ ટુર્નામેન્ટનું ભાવિ માત્ર એશિયન ક્રિકેટ કાઉન્સિલ નક્કી કરશે: PCB

એશિયા કપ રદ્દ થવાથી પાકિસ્તાન ભડક્યું છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે એશિયા કપ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મીડિયા ડાયરેક્ટર સમીયુલ હસનને ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સૌરવ ગાંગુલીના એશિયા કપ રદ્દ કરવાને લઇ આપેલા નિવેદનમાં કોઇ જ વજન નથી અને આ ટુર્નામેન્ટનું ભવિષ્ય માત્ર એશિયન ક્રિકેટ કાઉન્સિલ જ નક્કી કરશે.

સહને વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે સૌરવ ગાંગુલી દરેક સપ્તાહે નિવેદન આપે છે પરંતુ તેનો કોઇ આધાર કે ફાયદો નથી. એશિયા કપનો અંતિમ નિર્ણય એસીસી કરશે અને તેની જાહેરાત નાજમુલ હસન કરશે. આગામી સપ્તાહે એસીસીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે.

મહત્વનું છે કે, એશિયા કપને લઇને છેલ્લા ઘણા સમયથી અનિશ્વિતતાનો દોર ચાલી રહ્યો હતો. PCB અને BCCI વચ્ચે નિવેદનો થઇ રહ્યા હતા. પહેલા આ કપ સપ્ટેમ્બરમાં આયોજીત થનારો હતો અને તેનું પાકિસ્તાનમાં આયોજન થવાનું હતું તેવું એસીસીએ જણાવ્યું હતું. જો કે આ ટુર્નામેન્ટનું આયોજન થાય તો તેનાથી ભારતના IPL-2020ના આયોજનની રણનીતિ બગડી શકે તેવી શક્યતા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.