1. Home
  2. ગુજરાતી
  3. રોહિત શર્મા-મયંક અગ્રવાલ વચ્ચે 317 રનની ભાગીદારી, તોડ્યા અનેક રેકોર્ડ
રોહિત શર્મા-મયંક અગ્રવાલ વચ્ચે 317 રનની ભાગીદારી, તોડ્યા અનેક રેકોર્ડ

રોહિત શર્મા-મયંક અગ્રવાલ વચ્ચે 317 રનની ભાગીદારી, તોડ્યા અનેક રેકોર્ડ

0
  • રોહિત શર્મા અને મયંક અગ્રવાલ વચ્ચે 317 રનની ભાગીદારી
  • ટેસ્ટ ક્રિકેટના અનેક રેકોર્ડ તોડ્યા
  • રોહિત શર્મા 176 રન બનાવીને આઉટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલા પહેલા ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા ઓપનર રોહિત શર્મા અને મયંક અગ્રવાલે અનેક રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે. મેચના પ્રથમ દિવસથી આજ બપોરે લંચ સુધી બન્ને બેટ્સમેનોએ બેટિંગ કરી હતી પરંતુ બાદમાં રોહિત શર્મા આઉટ થયા હતા. બન્ને બેટ્સમેનોએ દક્ષિણ આફ્રિકાના બોલરોની ધોલાઇ કરી હતી. ભારતને લાંબા સ્કોર સુધી લઇ જતા બન્નેએ પહેલી વિકેટ માટે 317 રન જોડ્યા હતા. આ પહેલી વિકેટ માટે થયેલી સૌથી લાંબી ભાગીદારીમાંથી એક છે.

રોહિત શર્મા અને મયંક અગ્રવાલે પહેલી વિકેટ માટે ભાગીદારી કરતા અનેક દિગ્ગજોને પછડાટ આપી છે. બન્નેએ મળીને 15 વર્ષ જૂના વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલી ભાગીદારીને પણ પાછળ છોડી છે. તે ઉપરાંત મુરલી વિજય તેમજ વિરેન્દ્ર સહેવાગનો પણ રેકોર્ડ તોડ્યો હતો.

પહેલા દિવસે બન્ને બેટ્સમેનોએ 202 રન બનાવ્યા હતા. પહેલા દિવસની જેમ બીજા દિવસે પણ બન્ને ક્રિકેટરોએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. અગાઉ 2004માં વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરે સાઉથ આફ્રિકા સામે 218 રનની પાર્ટરનશિપ કરી હતી. ત્યારબાદ 2009માં વિરેન્દ્ર સહેવાગ તેમજ મુરલી વિજયે મુંબઇમાં શ્રીલંકા વિરુદ્વ 221 રનની ભાગીદારી પહેલી વિકેટ માટે કરી હતી. રોહિત-મયંકે તે રેકોર્ડ પણ તોડ્યો હતો.

વર્ષ 2009માં ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સહેવાગે શ્રીલંકા વિરુદ્વ 233 રનની ભાગીદારી કરી હતી, આ રેકોર્ડને પણ રોહિત-મયંકે તોડ્યો છે. વર્ષ 2015માં મુરલી વિજય તેમજ શિખર ધવને બાંગ્લાદેશ વિરુદ્વ 283 રનની ભાગીદારી કરી હતી. તે ભાગીદારી પણ પાછળ રહી ગઇ છે. મુરલી વિજય અને શિખર ધવને મોહાલીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્વ 2013માં 289 રનની ભાગીદારી કરી હતી. આ રેકોર્ડ પણ તૂટ્યો છે.

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીની વાત કરીએ તો આ 12માં નંબરની ભાગીદારી છે. વિશ્વ ક્રિકેટમાં પહેલી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીની વાત કરીએ તો તે રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના મેકેન્ઝી અને ગ્રીમ સ્મિથ વચ્ચે થયો હતો. જ્યારે આ જોડીએ વર્ષ 2008માં બાંગ્લાદેશ વિરુદ્વ 415 રન બનાવ્યા હતા. બીજા ક્રમાંકે માંકડ અને પંકજ રૉય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.