1. Home
  2. ગુજરાતી
  3. એકવાર ફરી હવે ક્રિકેટમાં ‘દાદાગિરી’, સૌરવ ગાંગુલી બન્યા BCCIના 39માં અધ્યક્ષ
એકવાર ફરી હવે ક્રિકેટમાં ‘દાદાગિરી’, સૌરવ ગાંગુલી બન્યા BCCIના 39માં અધ્યક્ષ

એકવાર ફરી હવે ક્રિકેટમાં ‘દાદાગિરી’, સૌરવ ગાંગુલી બન્યા BCCIના 39માં અધ્યક્ષ

0

ભારતીય ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલી હવે BCCIના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. મુંબઇમાં બોર્ડના હેડક્વાર્ટરમાં સવારે 11 વાગ્યાની આસપાસ દાદાને બોર્ડની કમાન સોંપાઇ હતી. BCCIની વાર્ષિક બેઠકમાં આ દરમિયાન જય શાહ તેમજ સીઓએ પ્રમુખ વિનોદ રાય સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અધ્યક્ષ વિનોદ રાયની ટીમ 23 ઑક્ટોબરના રોજ નવા અધ્યક્ષ સૌરભ ગાંગુલી અને તેમની ટીમ કાર્યભાર સંભાળતા જ પોતાના કાર્યકાળ પર વિરામ મુકશે. ગાંગુલીનો કાર્યકાળ 10 મહિનાનો રહેશે. 30 મહિનાના સમયગાળા બાદ BCCIને અધ્યક્ષ મળશે. જ્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહના પુત્ર અને ગુજરાત રાજ્ય ક્રિકેટ સંઘના પૂર્વ અધ્યક્ષ જય શાહ સચિવ પદની જવાબદારી સંભાળશે.

ન્યાયાલયે BCCIને નિર્દેશ કર્યો છે કે તેઓ કાનૂની ખર્ચા સહિત COAના દરેક ખર્ચને ઉઠાવે. અદાલતે એ પણ જોયું કે સીઇઓ દ્વારા હસ્તાક્ષરિત સીઓએનું પારિશ્રમિક પણ સ્વીકૃત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.