in ,

ICC ટેસ્ટ રેન્કિગ: સ્મિથ નંબર-1 પર યથાવત, વિરાટ કોહલી બીજા ક્રમાંકે

ઑસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ઝડપી બોલર પૈટ કમિંસે ICCની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. ઑસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી એશીઝ સીરીઝ 2-2થી ડ્રૉ થઇ હતી. આ સીરીઝમાં સ્મિથનું ફોર્મ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું તો કમિંસે પણ તેની સર્વશ્રેષ્ઠ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું.

સીરીઝના પાંચમાં અને અંતિમ ટેસ્ટમાં જો કે ઇગ્લેન્ડે ઑસ્ટ્રેલિયાના 135 રને હરાવ્યું હતું. આ મેચમાં સ્મિથે 80 અને 23 રનની ઇનિંગ રમી હતી, તે સાથે જ તેઓ 937 અંક સાથે સર્વોચ્ચ સ્થાને છે. ભારતીય ટીમના સૂકાની વિરાટ કોહલી 903 અંક સાથે બીજા સ્થાન પર છે. સ્મિથથી તેઓ માત્ર 34 અંક દૂર છે. ભારતના ચેતેશ્વર પુજારા ચોથા, અજિંક્ય રહાણે સાતમાં સ્થાન પર છે.

સ્મિથે જ્યારે એશેઝની શરૂઆત કરી હતી, ત્યારે તેઓ 857 અંક સાથે ચોથા સ્થાન પર હતા. સીરીઝ પૂર્ણ થયા બાદ તેઓ 937 અંક પર હતા. એશીઝ સીરીઝના ચાર ટેસ્ટ મેચમાં તેમણે 774 બનાવ્યા હતા. બોલરોની રેન્કિંગમાં 908 અંક સાથે કંમિસ પહેલા સ્થાન પર યથાવત છે. બીજા સ્થાન પર દક્ષિણ આફ્રિકાના કૈગિસો રબાડા છે, જેના 851 અંક છે.

પ્રતિબંધ બાદ પરત ફરેલા ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નર ટેસ્ટમાં કંગાળ પ્રદર્શન રહ્યું છે જેને કારણે તેઓને 7 સ્થાનનું નુકસાન થતા તેઓ 24મા સ્થાન પર સરકી ગયા છે.

ઝડપી બોલર જોશ હેઝલવુડ ટોપ-10માથી બહાર થઇ ચૂક્યા છે. તેઓ 8મેથી 12માં સ્થાન પર પહોંચી ગયા છે. ભારતના રવિન્દ્ર જાડેજા 11માં ક્રમાંકે છે. ઇગ્લેન્ડના જોફ્રા આર્ચર (37મો ક્રમાંક) શ્રેષ્ઠ-40માં સ્થાન જમાવવામાં સફળ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાયુસેનાના મહિલા અધિકારીએ રચ્યો ઈતિહાસ, વિંગ કમાન્ડર અંજલિસિંહ બન્યા પહેલા સૈન્ય રાજદ્વારી

રામમંદિર પર સુનાવણી વચ્ચે શિવસેનાની માગણી, રાહ નહીં જોઈ શકાય, કાયદો બનાવે સરકાર