1. Home
  2. ગુજરાતી
  3. શું જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકામાં વનડે અને ટી -20 સીરીઝ રમશે, જાણો શું કહે છે BCCI
શું જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકામાં વનડે અને ટી -20 સીરીઝ રમશે, જાણો શું કહે છે BCCI

શું જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકામાં વનડે અને ટી -20 સીરીઝ રમશે, જાણો શું કહે છે BCCI

0
  • ભારતીય ટીમને જુલાઈમાં શ્રીલંકાની લેવાની હતી મુલાકાત
  • કોરોના વાયરસને કારણે ક્રિકેટ પ્રવૃત્તિઓ કરી દેવામાં આવી સ્થગિત
  • શ્રીલંકામાં યોજાનારી વનડે અને ટી -20 સીરીઝ અંગે લેવામાં આવશે નિર્ણય
  • હાલમાં આ પ્રવાસ માટે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી – BCCI

ભારતીય ટીમને જુલાઈમાં શ્રીલંકાની મુલાકાત લેવાની હતી, જ્યાં બંને દેશો વચ્ચે સીમિત ઓવરોની સીરીઝની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસને કારણે ક્રિકેટ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. તેવામાં આ સીરીઝ પર પણ સ્થગિત રાખવાનું સંકટ ફરી રહ્યું છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે વિદેશ યાત્રામાંથી પ્રતિબંધ હટાવવામાં આવશે ત્યારે શ્રીલંકામાં યોજાનારી વનડે અને ટી -20 સીરીઝ અંગે અમે નિર્ણય લઈ શકીએ છીએ.

વિરાટ કોહલીની કપ્તાનીવાળી ભારતીય ટીમ ત્રણ મેચની વનડે અને ત્રણ મેચની ટી -20 સીરીઝ માટે જુલાઈમાં શ્રીલંકા જવાની હતી, પરંતુ કોવિડ 19 મહામારીને કારણે હજી સુધી આના પર નિર્ણય લેવામાં આવ્યો નથી. બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે રાયટર્સને ફોન પર જણાવ્યું હતું કે, હાલમાં આ પ્રવાસ માટે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી, કારણકે અમને હજી સુધી ખાતરી નથી કે દેશમાં વિદેશ યાત્રા પરનો પ્રતિબંધ ક્યારે હટાવાશે.

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું છે કે, તેના વિશેની કોઈ સ્પષ્ટતા નથી. તેથી અમે તેની પ્રતીક્ષા કરીશું અને તે મુજબ નિર્ણય લઈશું. ભલે શ્રીલંકામાં કોરોના વાયરસના વધુ કેસો થયા નથી, પરંતુ બીસીસીઆઈએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેમના માટે ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોપરી છે. આ જ કારણ છે કે બીસીસીઆઈ દ્વિપક્ષીય સીરીઝને છોડીને, ઈન્ડિયન પ્રીમિયર લીગ અથવા આઈપીએલ જેવી ટૂર્નામેન્ટ અંગે મૂંઝવણમાં મુકાય છે.

ભારતમાં 31 મે સુધી ફરી વખત લોકડાઉન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સ્ટેડિયમ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખોલવાની મંજૂરી જરૂર આપી છે, પરંતુ દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી નથી. એવામાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકે છે, પરંતુ મેચોનું આયોજન હાલ પૂરતું ભારતમાં નહીં થાય, કારણ કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા એક લાખથી પાર થઈ ચૂકી છે, જે ખૂબ જ ચોંકાવનારો આંકડો છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.