1. Home
  2. ગુજરાતી
  3. વેસ્ટ ઇન્ડિઝ સામેના મેચમાં કોહલીએ વિલિયમ્સ સાથેનો 2017નો લીધો બદલો, એની જ સ્ટાઇલમાં આપ્યો જવાબ
વેસ્ટ ઇન્ડિઝ સામેના મેચમાં કોહલીએ વિલિયમ્સ સાથેનો 2017નો લીધો બદલો, એની જ સ્ટાઇલમાં આપ્યો જવાબ

વેસ્ટ ઇન્ડિઝ સામેના મેચમાં કોહલીએ વિલિયમ્સ સાથેનો 2017નો લીધો બદલો, એની જ સ્ટાઇલમાં આપ્યો જવાબ

0
  • ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટી20માં 6 વિકેટે જીત હાંસલ કરી
  • મેચમાં કોહલીની આક્રમક ઇનિંગ, 50 બોલમાં 94 રન ફટકાર્યા
  • કોહલીએ વિલિયમ્સ સામેનો 2017નો બદલો લીધો

ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટી20માં 6 વિકેટે જીત હાંસલ કરી છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે 5 વિકેટ ગુમાવીને 207 રન કર્યા હતા. જ્યારે ઇન્ડિયાએ 18.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને જ 209 રન કરીને જીત હાંસલ કરી હતી. કોહલીએ ધુઆંધાર બેટિંગ કરતા 50 બોલમાં 94 રન ફટકાર્યા હતા અને સાથોસાથ વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝના બોલર કે વિલિયમ્સ સામેનો 2017નો બદલો લીધો હતો.

આ વિશે વાત એમ છે કે વર્ષ 2017માં રમાયેલી એક મેચમાં કોહલીની વિકેટ લીધા બાદ કે વિલિયમ્સે નોટબૂક સ્ટાઇલમાં કોહલીને ગુડબાય કરી પેવેલિયન જવાનું કહ્યું હતું. સામાન્યપણે મેચમાં વિકેટ લીધા બાદ આ પ્રકારની ઉજવણી કરવા માટે વિલિયમ્સ જાણીતો છે. જો કે ગઇકાલના મેચમાં રન મશીન વિરાટ કોહલીએ પણ તેની બોલિંગમાં ચોગ્ગા-છગ્ગા ફટકારીને બરાબર ધોલાઇ કર્યા બાદ કોહલીએ પણ તેને નોટબુક સ્ટાઇલમાં જ જવાબ આપ્યો હતો.

આ મેચમાં કોહલી 94 રન બનાવીને અણનમ રહ્યો હતો અને મેચ દરમિયાન તેનો આક્રમક અંદાજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.