in , ,

વાહ કપિલ વાહ! 100 ગોલ્ફોરને પછાડીને જીત્યો આ ખિતાબ

ભારતને પહેલો વિશ્વ કપ આપનાર ટીમના સૂકાની કપિલ દેવ ક્રિકેટ બાદ હવે ગોલ્ફના મેદાનમાં પણ શાનદાર રમતનું પ્રદર્શન કરી રહ્યા છે. સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા કપિલ દેવે એવીટી ચેમ્પિયંસ ટૂર ગોલ્ફ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી લીધી છે. ખાસ વાત એ છે કે કપિલ દેવે 60-64 વર્ષની ઉંમર વર્ગનો ખિતાબ હાંસલ કર્યો છે.

એવીટી ચેમ્પિયનશિપમાં 10 શહેરોના અંદાજે 100 ગોલ્ફ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટ જીત્યા બાદ કપિલ દેવે કહ્યું હતું કે જીતવાથી હંમેશા સારું લાગે છે. તેમણે કહ્યું કે એવીટી ટૂર એક સારો પ્રયાસ છે, તેનાથી તેના જેવા શોખીન લોકો પણ કોઇ ખાસ ઉદ્દેશ માટે નિયમિત રીતે રમી શકે છે.

આ ટૂર્નામેન્ટનો પહેલો રાઉન્ડ માર્ચમાં દિલ્હી NCRમાં યોજાયો હતો. બીજો રાઉન્ડ બેંગ્લુરુમાં જૂનમાં યોજાયો હતો. હવે આ સ્પર્ધાનું અંતિમ રાઉન્ડ વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં કોલકાતામાં રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગાંધી જયંતી પર કોંગ્રેસ દેશભરમાં કરશે પદયાત્રા, સોનિયા ગાંધી કોંગ્રેસીઓને અપાવશે શપથ

ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટ, હ્યૂસ્ટન માટે મહાન દિવસ, મારા દોસ્ત મોદી સાથે રહીશ