1. Home
  2. ગુજરાતી
  3. શ્રીલંકા બનશે સીતામાતાનું ભવ્ય મંદિર- મઘ્યપ્રદેશ સરકારના પ્રસ્તાવ હેઠળ આ પ્રોજેક્ટ પર કાર્ય હાથ ઘરાયું
શ્રીલંકા બનશે સીતામાતાનું ભવ્ય મંદિર- મઘ્યપ્રદેશ સરકારના પ્રસ્તાવ હેઠળ આ પ્રોજેક્ટ પર કાર્ય હાથ ઘરાયું

શ્રીલંકા બનશે સીતામાતાનું ભવ્ય મંદિર- મઘ્યપ્રદેશ સરકારના પ્રસ્તાવ હેઠળ આ પ્રોજેક્ટ પર કાર્ય હાથ ઘરાયું

0

થોડા સમય પહેલા જ અયોઘ્યામાં રામ મંદિર નિર્માણનો સુપ્રીમ કોર્ટએ ચુકાદો આપ્યો હતો,ત્યાર બાદ ભારતવાસીઓ રામ મંદિર નિર્માણને લઈને ઉત્સાહિત બન્યા છે,ત્યારે હવે શ્રીલેકામાં માતા સીતાનું મંદિર બનાવવાની તૈયારીઓ મધ્યપ્રદેશની સરકાર કરી રહી છે.

મધ્યપ્રદેશ રાજ્યની સરકાર હવે શ્રીલંકામાં સીતામાતાનું મંદિર નિર્માણ કરવા જઈ રહી છે.જો કે,  મંદિર બનાવવાની વાત તો વર્ષ 2012ની છે,આ વર્ષ દરમિયાન શિવરાજસિંહેએ શ્રીલંકા દેશ સામે મંદિર બવાનાવવા અંગેનો પ્રસ્તાવ રાખ્યો હતો,ત્યારે હાલ આ પ્રસ્તાવ બાબતે સીતા માતાના મંદિરનું નિર્માણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.મઘ્યપ્રદેશ સરકાર દ્રારા સીતામાતા મંદિર નિર્માણના પ્રોજેક્ટ પર કાર્ય હાથ ઘરવામાં આવી રહ્યું છે.

મંદિરના નિર્માણ માટે મધ્યપ્રદેશની રાજ્ય સરકાર મારફત  જ વર્ષ દરમિયાન ભંડોળ એકઠું કરવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી કમલનાથએ મંદિર  નિર્માણના કાર્ય અંગે જાહેરાત કરી છે કે,શ્રીલંકામાં માતા સીતાના એક ભવ્ય મંદિરની રચના કરવામાં આવશે,તે સાથે જ તેમણે તેમની વાતમાં આગળ ઉમેર્યુ હતું કે,સીતામાતાના મંદિર નિર્માણ માટે મંદિરની ડિઝાઈનને આખરી ઓપ અપાઈ ગયો છે,તે સાથે મંદિર બનાવવા માટેનું ભંડોળ પણ એકત્રીત કરવામાં આવશે,આ માટે મંદિર બનાવવા માટે ખાસ રચવામાં આવેલી સમિતિ મંદિર નિર્માણના તમામ કાર્યો પર જીણવટભરી નજર રાખશે. શિવરાજસિંહ ચૌહાણએ જે પ્રસ્તાવ મુક્યો હતો તેને હવે સાકાર કરવામાં આવી રહ્યો છે.

મંદિર નિર્માણ માટેના પ્રયત્નોની ગતિ વઘારવામાં આવી રહી છે,સોમવારના રોજ મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને સાથે શ્રીલંકાના અઘિકારીઓ વચ્ચે એક ખાસ બેઠક પણ આ સંદર્ભે યોજવામાં આવી હતી,મંદિર નિર્માણ માટે મધ્યપ્રદેશ અને શ્રીલંકાનાં અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવશે, મંદિરની સાથે સાંચીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું બુદ્ધ સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર બનાવવા માટેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

સીતામાતાના મંદિર નિર્માણ માટે  યોજાયેલ બેઠકમાં મહાબોધિ સોસાયટીનાં અધ્યક્ષ બનાગલા ઉપતિસા ઉપસ્થિત રહ્યા હતાં. તે સાથે જ સીએમ કમલનાથ દ્રારા બૌદ્ધ સંગ્રહાલય, અભ્યાસ અને પ્રશિક્ષણ કેન્દ્રો માટે જમીન આપવાની સાથે તેને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંસ્થા બનાવવાની પણ ખાસ  જાહેરાત કરવામાં આવી છે. જનસંપર્ક મંત્રી પીસી શર્માએ શ્રીલંકાની મુલાકાત દરમિયાન સીતાનાં મંદિર વિશે ચર્ચા કરી હતી.  ત્યારે હવે ાવનારા સમયમાં શ્રીલંકામાં સીતા માતાનું મંદિર નિર્માણ પામશે,ભક્તો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.