REGIONALગુજરાતી

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે મતદાનઃ અલ્પેશ ઠાકોર ઉપર સૌની નજર

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણીના મતદાનોનો આરંભ થયો છે. આ બન્ને બેઠકો ઉપર અલગ-અલગ મતદાન થવાનું છે જેથી ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જ્યારે ક્રોસ વોટીંગના ડરથી કોંગ્રેસ ધારાસભ્યોને પાલનપુરના રિસોર્ટ લઈ ગઈ હતી. જ્યાંથી કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર આવી પહોંચ્યાં છે. સાંજ સુધીમાં બન્ને બેઠકોના પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

દેશના ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મુતિ ઈરાનીએ રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામુ આપતા તેમની બે બેઠકો ખાલી પડી હતી. આ બન્ને બેઠકોની ચૂંટણીની જાહેરાત કરીને ચૂંટણી પંચે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું હતું. તેમજ બન્ને બેઠકો ઉપર અલગ-અલગ મતદાનનો નિર્ણય કરાયો હતો. જેની સામે કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ના મંજૂર રાખી હતી.

આ બન્ને બેઠકો ઉપર ભાજપના કેન્દ્રીય પ્રધાન એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસમાંથી ગૌરવ પંડ્યા અને મહિલા આગેવાન ચંદ્રિકાબેન ચુડાસમાએ ઉમેવદારી ફોર્મ ભર્યું હતું. ગુજરાત વિધાનસભામાં રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં જીત માટે ભાજપ પાસે પૂરતા મત હોવાથી ભાજપે ક્રોસ વોટિંગ કરાવવા માટે કોઇ પ્રયત્ન કરવો પડે તેમ નથી. તેમ છતાં કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર,ભરતજી ઠાકોર અને ધવલસિંહ ઝાલા ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારોને મત આપે તેવી શક્યતા છે.

રાજ્યના મત્સ્યઉદ્યોગ રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકી અને ગાંધીનગર દક્ષિણનાં એમએલએ શંભુજી ઠાકોર સહાયકની મદદથી મતદાન કરશે. પરસોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાનાં કારણે તેમના ભાઈ હીરાભાઈ સહાયક તરીકે રહેશે. વિધાનસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 175 છે. ભાજપ પાસે 100 ધારાસભ્યો છે અને બન્ને બેઠકો માટે મતદાન અલગ-અલગ હોવાથી બન્ને ઉમેદવારોને સો-સો મત મળે અને વિજેતા બને. તેની સામે કોંગ્રેસના 71 ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો મત કોંગ્રેસના ઉમેદવારોને મળી શકે છે અને બીટીપીના છોટુ વસાવા અને મહેશ વસાવા પણ કોંગ્રેસને જ મત આપે તો પણ કોંગ્રેસના ઉમેદવારોને જીત માટે જરૂરી મત મળે તેમ નથી.

રાજ્યસભાની પેટા ચૂંટણીને લઈને વિધાનસભાના ચોથા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. વિધાનસભાના ચોથામાળે 2 મતદાન મથક બનાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Related posts
REGIONAL

અમૂલના ડાયરેક્ટર પદની ચૂંટણીનું પરિણામ જાહેર

અમદાવાદ: ગુજરાતમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન એટલે કે અમુલ ડેરીના નિયામક મંડળની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. જેમાં પૂર્વ ચેરમેન…
REGIONALગુજરાતી

AMC ચુંટણીનો ધમધમાટ, સીમાંકન અને મતદાર યાદીની કામગીરીનો પ્રારંભ

નવેમ્બર મહિનામાં ચુંટણી યોજાય તેવી શકયતા કોર્પોરેશનને તૈયારીઓ શરૂ કરી અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં આગામી નવેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચુંટણી યોજાશે. જેની મનપા…
NATIONALREGIONALગુજરાતી

કોરોનાનો કહેર: રાજ્યસભાની ચૂંટણી પણ સ્થગિત કરાઇ, નવી તારીખોની બાદમાં થશે જાહેરાત

કોરોના વાયરસને કારણે પ્રવર્તિત સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચનો નિર્ણય રાજ્યસભાની 26 માર્ચે યોજાનારી ચૂંટણી કરાઇ સ્થગિત નવી તારીખોની જાહેરાત બાદમાં કરવામાં…

Leave a Reply