1. Home
  2. Political
  3. ગડકરીનો યૂનિક આઈડિયા: આખા દેશમાં સ્ટોર કરવામાં આવે યૂરિન, તો આયાત નહીં કરવું પડે યૂરિયા!
ગડકરીનો યૂનિક આઈડિયા: આખા દેશમાં સ્ટોર કરવામાં આવે યૂરિન, તો આયાત નહીં કરવું પડે યૂરિયા!

ગડકરીનો યૂનિક આઈડિયા: આખા દેશમાં સ્ટોર કરવામાં આવે યૂરિન, તો આયાત નહીં કરવું પડે યૂરિયા!

0

2019ની લોકસભાની ચૂંટણી પહેલા પોતાના નિવેદનોથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી રહેલા કેન્દ્રીય સડક પરિવહન અને જળસંસાધન પ્રધાન નીતિન ગડકરીએ ફરી એકવાર આવી ટીપ્પણી કરી છે.

નાગપુર નગરનિગમના એક એવોર્ડ ફંક્શનમાં યુવાવર્ગને સંબોધિત કરતા તેમણે કહ્યુ છે કે એ નક્કી છ કે ભારતને હવે વધારે ફર્ટિલાઈઝર આયાત કરવાની જરૂર પડશે નહીં. તેવામાં આપણે યૂરિયાની આયાત બંધ કરીને યૂરિનના સ્ટોરેજને શરૂ કરવું જોઈએ.

ઈનોવેશનનું મહત્વ સમજાવતા ગડકરીએ કુદરતી કચરાથી જૈવ-ઈંધણ બનાવવાનું પણ ઉદાહરણ પણ આપ્યું છે. તેમણે કહ્યુ છે કે માનવમૂત્ર પણ જૈવ-ઈંધણ બનાવવામાં મદદગાર બની શકે છે. તેમાં એમોનિયમ સલ્ફેટ અને નાઈડ્રોજન હોય છે. તેમણે એરપોર્ટ્સ પર યૂરિન સ્ટોર કરવા માટે જણાવ્યું છે. જો આપણે આમ કરવા લાગીશું, તો આપણે યૂરિયા આયાત કરવાની જરૂરત પડશે નહીં. આ ઘણું ઉપયોગી બની શકે છે અને કંઈપણ બેકાર જશે નહીં.

કેટલાક વર્ષો પહેલા દિલ્હીમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાન પર બગીચામાં તેમણે ખુદ આ પ્રયોગ કર્યો છે. ગડકરીએ માણસના વાળમાંથી નીકળનારા એમિનો એસિડને પણ ફર્ટિલાઈઝર તરીકે વાપરવાની વાત કહી છે. તેમણે કહ્યુ છે કે આનાથી તેમને 25 ટકા સુધી ઉત્પાદન વધારવામાં સફળતા મળી છે. તેમણે તિરુપતિ બાલાજીથી પાંચ ટ્રક વાળ પણ મંગાવવામાં આવ્યા હતા. ત્યાં શ્રદ્ધાળુઓ તરફથી દાન કરવામાં આવતા વાળ વેચવામાં આવે છે. ગડકરીએ કહ્યુ છે કે એમિનો એસિડને વિદેશોમાં મોકલવામાં આવે છે અને લગભગ 180 કેન્ટનર બાયો-ફર્ટિલાઈઝર દુબાઈ સરકાર પાસેથી લઈએ છીએ.

LEAVE YOUR COMMENT