1. Home
  2. ગુજરાતી
  3. ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’નું ‘ઈલ્લીગલ વેપન 2.0’ સોંગ રિલીઝ- વરુણ અને શ્રઘ્ઘાના આ ડાંસને 2.5 કરોડથી વઘુ લોકોએ જોયો
‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’નું ‘ઈલ્લીગલ વેપન 2.0’ સોંગ રિલીઝ- વરુણ અને શ્રઘ્ઘાના આ ડાંસને 2.5 કરોડથી વઘુ લોકોએ જોયો

‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’નું ‘ઈલ્લીગલ વેપન 2.0’ સોંગ રિલીઝ- વરુણ અને શ્રઘ્ઘાના આ ડાંસને 2.5 કરોડથી વઘુ લોકોએ જોયો

0
  • સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મનું નવું સોંગ રિલીઝ-
  • વરુણ અને શ્રઘ્ઘા કપુરનો શાનદાર ડાન્સ
  • ડાંસએ દર્શકો પર ચલાવ્યુ જાદુ
  • ઈલ્લીગલ વેપન 2.0 રિલીઝ
  • યુ-ટ્યૂબ પર ટ્રેન્ડીંગ રહ્યું સોંગ

બૉલિવૂડ એક્ટર વરુણ ઘવન અને એક્ટ્રેસ શ્રઘ્ઘા કપુરએ ફરી એકવાર એ વાત સાચી સાબિત કરી બતાવી છે કે, તેઓ બન્ને એક સપુર સ્ટાર ડાન્સર છે ને તેમના ડાન્સમાં દમ છે,આ બન્ને સુપર સ્ટાર  તેમની અપકમિંગ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’માં સાથે જોવા મળશે,હાલ તો આ બન્ને તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.ફિલ્મનું સોંગ  ‘ઈલ્લીગલ વેપન 2.0’ રિલીઝ કરવામાં આવ્યું છે આ સોંગમાં બન્ને કલાકારનો અદભુત ડાન્સ જોવા મળ્યો છે.સોંગના શબ્દો છે ‘મેરા નખરા હે તીખી તલવાર વરદા’ પંજાબી શબ્દોનું સોંગ લોકોને ખુબ જ ગમ્યું છે.બૉલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી પંજાબી લહેકા અને શબ્દો વાળા સોંગ ટ્રેન્ડ કરી રહ્યા છે ત્યારે આ સોંગના લીસ્ટમાં વઘુ એક પંજાબી છટાના સોંગનો ઉમેરો થયો છે.

સોંગના શરાતના ડાયલોગમાં જ શ્રઘ્ઘા કપુર ક્ટર વરુણને ડાન્સ ચેલેન્જ આપતી જોવા મળે છે, આ સોંગમાં વરુણ ઘવન અને શ્રઘ્ઘા કપુર બન્નેએ પોતાના ડાન્સથી દર્શકોને ખુશ કર્યા ,શ્રઘ્ઘા કપર ખુબ જ હોટ જોવા મળી છે,સ્ટ્રીટ ડાન્સર ફિલ્મનું સોગં ‘મેરા નખરા હે તીખી તલવાર વરદા’રિલીઝ થતાવી સાથે જ યુ-ટ્યૂબ પર ટ્રેન્ડિંગ રહ્યું છે,જેસ્મીન સેન્ડલસ અને ગૈરી સંઘુના આ સોંગ ઈલ્લીગલ વેપન 2.0’ના  આ નવા વર્ઝનને દર્શકોએ ખુબ પસંદ કર્યું છે.જો આ ફિલમની વાત કરે તો ફિલ્મ રેમો ડિસુજાએ ડાયરેક્ટ કરી છે.

આ સોંગમાં આ બન્ને કલાકાર સામસામે ડાન્સની હરીફાઈ કરતા જોવા મળે છે,શ્રઘ્ઘાના ઘમાકેર ડાન્સના પ્રશંસકોએ ખુબ પેટ ભરીને વખાણ કર્યા છે,આ સોંગને તનિષ્ક બાગચીએ રિક્રિએટ કર્યું છે.સોંગની ક્રીએટીવીટી પણ જોરદાર છે,જો સોંગના ફેમસ થવાની વાત કરીએ તો માત્રને માત્ર થોડા જ કલાકમાં આ સોંગ 2 કરોડથી પણ વઘુ લોકોએ જોયુ છે,આ ફિલ્મ 24 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.